1. Home
  2. revoinews
  3. ટાટા મોટર્સ સાથે જોડાવા માગો છો? તો આજે જ પહોંચી જાવ આ સ્થળે
ટાટા મોટર્સ સાથે જોડાવા માગો છો? તો આજે જ પહોંચી જાવ આ સ્થળે

ટાટા મોટર્સ સાથે જોડાવા માગો છો? તો આજે જ પહોંચી જાવ આ સ્થળે

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 26 મે 2026 – શું તમે ટાટા મોટર્સ સાથે જોડાવા માગો છો? જો હા તો આજે 26 મે અને 27 મે, 2026 તમારા માટે સૌથી મહત્ત્વની તારીખો છે.

ટાટા મોટર્સ દ્વારા તેના સાણંદ પ્લાન્ટમાં ટ્રેઈની મેકેટ્રોનિક્સ માટે અરજીઓ મગાવવામાં આવી છે. નેશનલ એપરેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ (એનએપી સ્કીમ) હેઠળ આ અરજીઓ મગાવવામાં આવી છે.

કંપની દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર પસંદ થનાર ઉમેદવારોને મહિને રૂપિયા 18,149નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

કોણ અરજી કરી શકે?

18થી 23 વર્ષના ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

કઈ શૈક્ષણિક લાયકાત જોઈએ?

ટ્રેઈની (મેકટ્રોનિક્સ) માટે ITI (2 વર્ષ, NCVT/SCVT) પાસ અથવા હાલ અભ્યાસ કરી રહ્યા હોય તેવા ઉમેદવાર.
અથવા
12 પાસ અથવા 2026માં અભ્યાસ ચાલુ હોય (આર્ટ્સ, કોમર્સ, સાયન્સ)

પસંદગીની પ્રક્રિયા

મેરિટ લિસ્ટ – લેખિત પરીક્ષા
ઈન્ટર્વ્યુ – મેડિકલ ચેકઅપ

જે ઉમેદવારો આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ તમામ જરૂરી દસ્તાવેજો સાથે આજે અને આવતીકાલે અર્થાત 26 મે તથા 27 મેના રોજ ઓફિસના સમયગાળા દરમિયાન નીચે જણાવેલા સરનામે રૂબરૂ જઈ શકશે.

જૉબ ફેરનું સ્થળઃ ટાટા મોટર્સ નેનો પ્લાન્ટ, સાણંદ જીઆઈડીસી ગેટ નંબર-2, છારોડી સ્ટેશનની સામે, સાણંદ, અમદાવાદ – 382110.

tata moters job fair
tata motors job fair
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code