1. Home
  2. ગુજરાતી
  3. સોના-ચાંદીના ભાવમાં કડાકો: વૈશ્વિક તણાવ ઘટતાં સોનુંમાં 3500 અને ચાંદીમાં રૂ. 8500 નો ઘટાડો
સોના-ચાંદીના ભાવમાં કડાકો: વૈશ્વિક તણાવ ઘટતાં સોનુંમાં 3500 અને ચાંદીમાં રૂ. 8500 નો ઘટાડો

સોના-ચાંદીના ભાવમાં કડાકો: વૈશ્વિક તણાવ ઘટતાં સોનુંમાં 3500 અને ચાંદીમાં રૂ. 8500 નો ઘટાડો

0
Social Share

મુંબઈ, 19 જૂન 2026: ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થવાને કારણે સુરક્ષિત રોકાણ (સેફ હેવન) તરીકે સોનાની માંગ નબળી પડી છે. જેના પગલે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે શુક્રવારે સતત ત્રીજા સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજાર પાછળ ભારતીય વાયદા બજારમાં પણ કિંમતી ધાતુઓ જોરદાર ગગડી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ ડિલિવરીવાળું સોનું તેના અગાઉના બંધ 1,49,309 રૂપિયાથી 2.3 ટકા તૂટીને 1,45,800 રૂપિયાના દિવસના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. આજે સવારે સોનું 1,47,175 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ખૂલ્યું હતું. જોકે, શરૂઆતના કારોબારમાં પીળી ધાતુ 3507 રૂપિયા અથવા 2.35 ટકાના જંગી ઘટાડા સાથે 1,45,802 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. બીજી તરફ, ઔદ્યોગિક માંગ નબળી પડતાં જુલાઈ ડિલિવરીવાળી ચાંદી 8515 રૂપિયા એટલે કે 3.58 ટકાના ભારે ઘટાડા સાથે 2.29 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

સફેદ ધાતુ (ચાંદી) શરૂઆતના કારોબારમાં તેના અગાઉના બંધ 2.38 લાખથી 5201 રૂપિયા અથવા 2.1 ટકા ઘટીને 2.32 લાખ રૂપિયા પર ખૂલી હતી અને બાદમાં 3.6 ટકા તૂટીને 2.29 લાખ રૂપિયાના દિવસના તળિયે પહોંચી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો. કોમેક્સ ગોલ્ડ 2.4 ટકાના ઘટાડા સાથે 4141 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે કોમેક્સ સિલ્વર 4.3 ટકાના ઘટાડા સાથે 63.45 ડોલરના સ્તરે નબળાઈ સાથે કારોબાર કરતું જોવા મળ્યું હતું. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સોનાની કિંમત 5595 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેમાં અંદાજે 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓને કારણે થયેલી નફાખોરી અને વેચવાલીએ આ ઘટાડાને વધુ વેગ આપ્યો છે.

બજારના નિષ્ણાતોના મતે કિંમતો ઘટવા પાછળ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાને કારણે ફુગાવાનો (મોંઘવારી) ડર, વ્યાજ દરોમાં વધારાનો માહોલ અને યુએસ ડોલરનું મજબૂત થવું અને બજારમાંથી લીવરેજ્ડ પોઝિશન (ઉધાર લઈને કરાયેલું રોકાણ) પૂરું થવું મુખ્ય પરિબળો જવાબદાર છે: જોકે, વિશ્લેષકોનું માનવું છે કે આ ઉતાર-ચઢાવ સમયાનુસાર થતા ફેરફારો છે, સોના-ચાંદીના મૂળભૂત સેટઅપમાં કોઈ ખામી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code