1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનમાં મેઘરાજાની એન્ટ્રી: જયપુરમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ
રાજસ્થાનમાં મેઘરાજાની એન્ટ્રી: જયપુરમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ

રાજસ્થાનમાં મેઘરાજાની એન્ટ્રી: જયપુરમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ

0
Social Share

જયપુર, 26 જૂન 2026: રાજસ્થાનમાં પ્રી-મોન્સૂન વરસાદનો પ્રભાવ સતત જોવા મળી રહ્યો છે. દરમિયાન જયપુર, અજમેર, કોટા, ભરતપુર અને બીકાનેર સંભાગના અનેક વિસ્તારોમાં બપોર બાદ ભારે આંધી-વંટોળ સાથે વરસાદ પડ્યો હતો. રાજધાની જયપુરમાં માત્ર એક કલાકમાં આશરે 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ થઈ ગયા હતા.

તેજ પવન અને આંધીને કારણે જયપુરના રામનિવાસ બાગ, જોરાવર સિંહ ગેટ અને કિશનપોલ બજાર સહિત અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો પડવાથી નીચે પાર્ક કરેલી બાઈક અને અન્ય વાહનો દબાઈ ગયા હતા. આ ઉપરાંત નાગૌર, ભીલવાડા, જોધપુર અને કોટાના વિવિધ વિસ્તારોમાં પણ 20 થી 35 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે શુક્રવારે (26 જૂન) રાજસ્થાનના 27 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદનો દોર જારી રહેવાની શક્યતા છે. સાથે જ, આગામી 4 થી 5 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રાજસ્થાનમાં પ્રવેશ કરે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

એક તરફ વરસાદ છે, તો બીજી તરફ પશ્ચિમી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ફલોદીમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત શ્રીગંગાનગરમાં 41, જેસલમેરમાં 40.8, બાડમેરમાં 40.5, ચુરુમાં 39.8, પિલાનીમાં 39.4, બીકાનેરમાં 39.3, જોધપુરમાં 39.2, કરૌલીમાં 39.0, દૌસામાં 38.8 અને પાલીમાં 38.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

નાગૌરના ડેગાનામાં 35, સાંજૂમાં 25, ખીંવસરમાં 13, ભીલવાડાના સહાડામાં 22, જોધપુરના ભોપાલગઢમાં 20, કોટાના ચેચટમાં 17, બીકાનેરના છતરગઢમાં 14, સવાઈ માધોપુરના બામનવાસમાં 10, રાજસમંદના રેલમગરામાં 5, ધૌલપુરના બસેડીમાં 5 અને કોટાના કાનાવાસમાં 4 મિમી વરસાદ નોંધાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code