HomeAgency Newsઅલીશા ખાતૂન બની અદિતિ, જોગેન્દ્ર સાથે લગ્ન કરવા છત્તીસગઢથી રામપુર પહોંચી

અલીશા ખાતૂન બની અદિતિ, જોગેન્દ્ર સાથે લગ્ન કરવા છત્તીસગઢથી રામપુર પહોંચી

રામપુર, 29 જૂન, 2029 – અલીશા ખાતૂન હવે અદિતિ બની છે. તે તેના હિન્દુ પ્રેમી જોગેન્દ્ર સાથે લગ્ન કરવા છત્તીસગઢથી રામપુર પહોંચી હતી અને મંદિરમાં હિન્દુ વિધિથી જોગેન્દ્ર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ હતી.

છત્તીસગઢની અલીશા ખાતૂન પોતાના હિન્દુ પ્રેમી માટે 1000 કિલોમીટરનું અંતર કાપીને રામપુર પહોંચી. અહીં અલીશાએ જોગેન્દ્ર સાથે પ્રેમ લગ્ન કરી લીધા. બંને મંદિરમાં લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન પછી અલીશાએ પોતાની મરજીથી પોતાનું નામ અદિતિ રાખી લીધું છે. અલીશાના પરિવારજનોએ આ લગ્નનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસે યુવતી પુખ્ત વયની હોવાના કારણે તેની મરજીનું ધ્યાન રાખ્યું.

આ પણ વાંચોઃ વિદેશમાં ભણવા માટે વિદ્યાર્થીઓમાં ક્રેઝ ઘટતા એજ્યુકેશન લોનમાં પણ 14 ટકાનો ઘટાડો

મીડિયા અહેવાલો અનુસાર, રામપુરના શહેર કોતવાલી વિસ્તારમાં રહેતા 21 વર્ષના જોગેન્દ્ર સૈનીની દોઢ વર્ષ પહેલાં છત્તીસગઢના દુર્ગ જિલ્લાની રહેવાસી અલીશા ખાતૂન સાથે મુલાકાત થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. 10 મે 2026ના રોજ જ અલીશા ખાતૂન 1000 કિલોમીટર દૂર રામપુર જોગેન્દ્ર પાસે ચાલી આવી.

અલીશાની માતા પરવીન બેગમ અને ભાઈ મોહમ્મદ સમીર પણ તેની શોધમાં છત્તીસગઢ પોલીસ સાથે રામપુર પહોંચ્યા હતા. આ મામલો રામપુર પોલીસ સુધી પણ પહોંચ્યો. પોલીસે યુવતી પુખ્ત વયની હોવાની પુષ્ટિ કરી અને તેનું નિવેદન નોંધ્યું. આ પછી વિશ્વ હિન્દુ પરિષદે 27 જૂન 2026ના રોજ જોગેન્દ્ર અને અલીશાના શિવ મંદિરમાં લગ્ન કરાવ્યા. યુવતીએ જણાવ્યું કે તેણે લગ્ન પછી પોતાનું નામ અદિતિ રાખી લીધું છે અને તે ખૂબ જ ખુશ છે.

સંબંધિત લેખો

Most Popular