1. Home
  2. ગુજરાતી
  3. અમરનાથ યાત્રાને પગલે જમ્મુમાં કડક ટ્રાફિક પ્રતિબંધો, પોલીસની એડવાઇઝરી
અમરનાથ યાત્રાને પગલે જમ્મુમાં કડક ટ્રાફિક પ્રતિબંધો, પોલીસની એડવાઇઝરી

અમરનાથ યાત્રાને પગલે જમ્મુમાં કડક ટ્રાફિક પ્રતિબંધો, પોલીસની એડવાઇઝરી

0
Social Share

નવી દિલ્હી, 30 જૂન 2026: અમરનાથ યાત્રા-2026 આગામી 3 જુલાઈથી શરૂ થવાની છે, જેને ધ્યાનમાં રાખીને જમ્મુ ટ્રાફિક પોલીસે વિસ્તૃત ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકી છે.  યાત્રાનું સુચારુ સંચાલન અને યાત્રાળુઓના કાફલાની અવિરત અવરજવર સુનિશ્ચિત કરવા માટે 2 જુલાઈથી શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરાયેલી એડવાઇઝરી મુજબ, યાત્રાળુઓનો પહેલો કાફલો 2 જુલાઈના રોજ ભગવતી નગરના યાત્રી નિવાસથી રવાના થશે. બાલટાલ રૂટ માટેનો કાફલો સવારે 4 વાગ્યે રવાના થશે, જ્યારે પહેલગામ રૂટ માટેનો કાફલો સવારે 4:15 વાગ્યે રવાના થશે.

  • આ માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધો રહેશે

પોલીસના જણાવ્યા અનુસાર, વહેલી સવારે 3:45 વાગ્યાથી પહેલગામ કાફલો સંપૂર્ણપણે પસાર ન થાય ત્યાં સુધી ઘણા મુખ્ય માર્ગો પર સામાન્ય વાહનોની અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

  • પ્રતિબંધિત રૂટ્સ

– કેનાલ હેડ થી શ્રી બંદા બહાદુર ચોક (ભગવતી નગર)
– બેલીચરાણા આર એન્ડ બી બ્રિજથી ચોથા તાવી બ્રિજ તરફ
– GCW ગાંધી નગર ફ્લાયઓવરથી એશિયા ક્રોસિંગ અને બિક્રમ ચોક
– પનામા ચોકથી હોટેલ એશિયા માર્ગ
– પ્રાથમિક આરોગ્ય મથકથી બિક્રમ ચોક (જમ્મુ યુનિવર્સિટી રોડ)
– વેરહાઉસથી બિક્રમ ચોક
– બીસી રોડ, બસ સ્ટેન્ડથી માંડા અને વિવિધ કનેક્ટિંગ રોડ

  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ ખાસ વ્યવસ્થા

યાત્રા દરમિયાન NH-44 પર નાગવાલ/પલ્લી મોર, કુંજવાની ચોક, બાજલતા કટ, સિધરા કટ, અટલ ચોક અને TCP નગરોટામાં ખાસ ચેક અને કટ-ઓફ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ સ્થળોએથી ભારે વાહનો (HMVs) રાત્રે 10 વાગ્યા પછી અને હળવા વાહનો (LMVs) રાત્રે 12 વાગ્યા પછી આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

  • 57 દિવસ ચાલશે યાત્રા 

શ્રી અમરનાથ યાત્રા-2026 આગામી 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષે યાત્રા 57 દિવસ ચાલશે. આ વખતે, પહેલગામ અને બાલતાલ બંને રૂટને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષા કારણોસર યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ રહેશે નહીં. યાત્રા દરમિયાન, ટ્રાફિક પોલીસે સામાન્ય લોકોને સલાહનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેથી શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત અને સુગમ રીતે પૂર્ણ થઈ શકે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code