ગાંધીનગર, 13 ઓગસ્ટ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ખાતે આજે અહિલ્યાબાઈ હોલકરની ૨૩૧મી પૂણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશના વિદર્ભ પ્રાંતમાં અતિ કઠીન સમયમાં ત્રણ દાયકા સુશાસન કરનાર સામાન્ય પરિવારમાં જન્મ લઈ સર્વસ્વીકૃત રાજમાતા સુધીની સફર કરનાર આદર્શ નારી પુણ્યશ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકરની ૨૩૧મી પૂણ્યતિથિ પર ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજના કોલેજ વિમેન ડેવલોપમેન્ટ સેલ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી.
કૉલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેએ તેઓના સરળ જીવન, સાહસ, વ્યૂહાત્મકતા, ન્યાય પરાયણતા, માનવ સંસાધન સંચાલન, રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સાથે ધર્મપરાયણતા સંદર્ભે ઉદાહરણ સાથે પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું.

તેમણે સેવિકા સમિતિ દ્વારા અનુવાદિત અને પ્રકાશિત પુસ્તક મહાવિદ્યાલય પુસ્તકાલયમાંથી પ્રત્યેક વિદ્યાર્થી અને અધ્યાપકને વાંચવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સત્તા સેવા માટે છે તેના ઉદાહરણ સ્વરૂપે પ્રત્યેક સારાં કાર્યોનો યશ આરાધ્યને આપવાની તેઓના સંસ્કાર પ્રત્યેક નિર્ણયને રાજ આજ્ઞાના સ્થાને શિવ આજ્ઞા તરીકે સ્વીકારવાની સરળતા પંચકોષ સિદ્ધાંત મુજબ આનંદમય કોષની સિદ્ધિ સાથે અનન્ય શ્રદ્ધા પ્રત્યેક માટે પ્રેરણા આપનાર બની રહે છે.
કાર્યક્રમનું આયોજન કૉલેજ વિમેન ડેવલોપમેન્ટ સમિતિ ડૉ. રમીલાબેન પટેલ અને સમર્પણ મૂલ્ય પ્રવાહ સમિતિ દ્વારા કરવામાં આવ્યું, ઉદબોધન બાદ પ્રત્યેક વિદ્યાર્થી – અધ્યાપક ભાઇઓ બહેનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

