Homerevoinewsએનઆઈએમસીજેમાં થિયેટર વર્કશોપ અને પરફોર્મન્સ યોજાયા

એનઆઈએમસીજેમાં થિયેટર વર્કશોપ અને પરફોર્મન્સ યોજાયા

અમદાવાદ, 16 સપ્ટેમ્બર, 2026: Theatre workshop and performance નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઈએમસીજે) અમદાવાદ દ્વારા તાજેતરમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે થિયેટર વર્કશોપ યોજાયો હતો. જાણીતા નાટ્યકાર વોલ્ટર પીટરના માર્ગદર્શન હેઠળ આ વર્કશોપ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના ઓડિટોરિયમમાં યોજાયો હતો.

શ્રી વોલ્ટર પીટરે આ એક અઠવાડિયાના વર્કશોપ દરમિયાન રંગભૂમિના વિવિધ આયામો તથા અભિનય કલા, નાટ્યલેખન અને આનુષંગિક કલાવિધિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. પ્રાચીન ભારતીય નાટ્ય પરંપરાથી માંડીને આધુનિક થિયેટરની વિશિષ્ટતાઓથી વિદ્યાર્થીઓ વાકેફ થયા હતા.

Theatre workshop and performance held at NIMCJ
Theatre workshop and performance held at NIMCJ

વર્કશોપના અંતે વિદ્યાર્થીઓએ ટીમોની રચના કરીને “પ્યાર કી જીત”, “વારાણસી કા વ્યાપારી”, “અંદર કા સચ”, ”એહસાસ” “રોમિયો જુલિયટ ઔર વો“, “ઝીંદગી કા તમાશા”, “ચુનાચંદ કા ખૂની સિંહાસન” અને “ગુનાહો કા દેવતા” જેવા વિવિધ નાટ્યાંશો ભજવ્યા હતા અને પોતાની અભિનય અને નાટ્યલેખન ક્ષમતા પુરવાર કર્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના નિયામક ડૉ શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહેલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડૉ. ગરિમા ગુણાવત, શ્રીમતી રીતુ વર્મા અને વિદ્યાર્થીગણે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular