Homeગુજરાતીદેશ-વિદેશવડાપ્રધાન મોદીના જન્મદિવસે રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ પાઠવ્યા શુભકામના સંદેશ

વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ પાઠવ્યા શુભકામના સંદેશ

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ મુર્મુએ વડાપ્રધાનના 25 વર્ષના જાહેર જીવન અને રાષ્ટ્ર-નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે મોદીએ સુશાસન માટે નવા માપદંડો સ્થાપિત કર્યા અને સર્વસમાવેશી વિકાસને વેગ આપ્યો. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવી.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ૨૫ કરોડથી વધુ ભારતીયો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે અને ડિજિટલ ક્રાંતિની સાથે સાથે અવકાશ, ટેકનોલોજી, સ્વાસ્થ્ય, માળખાગત સુવિધાઓ અને ઉત્પાદન સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ સાધવામાં આવી છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવી હતી અને જનસેવા પ્રત્યેના તેમના સમર્પણને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular