કોલકાતા, 19 સપ્ટેમ્બર, 2026 – Mamata Banerjee એક સમયે ખેલા હોવે કહીને પશ્ચિમ બંગાળમાં ભાજપને હરાવનાર મમતા બેનરજી સાથે છેલ્લા ત્રણ દિવસથી ખેલા હો રહા હૈ! રાજ્યમાં યોજાઈ રહેલી પેટાચૂંટણી પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના જૂથવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને વધુ એક ઝટકો લાગ્યો છે. નંદીગ્રામ પછી હવે રેજીનગર સીટના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ ફોર્મ ભર્યા બાદ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ પહેલાં બે દિવસ અગાઉ સંચિતા પ્રધાન ડેએ નામ પાછું ખેંચ્યું હતું. તેમણે મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી સાથે મુલાકાત પણ કરી હતી. હવે મમતા જૂથનું ટેન્શન ફરી વધી ગયું છે.
‘IANS’ ના અહેવાલ મુજબ, રેજીનગર સીટની પેટાચૂંટણી માટેના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ નામ પાછું ખેંચી લીધું છે, પરંતુ તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મમતાએ નંદીગ્રામ સીટ પરથી ઉમેદવારના નામ પાછા ખેંચાયા બાદ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું, પરંતુ તેના તરત જ પછી કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ થઈ હતી કેમ કે તેમની સામે અનેક કેસો નોંધાયેલા હતા.
પેટાચૂંટણીમાંથી બહાર થઈ મમતાની TMC
આ સાથે હવે મમતાનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પેટાચૂંટણીમાંથી જ બહાર થઈ ગયો છે. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર જાહેર કરી હતી. આ જ છેલ્લી તારીખે રબીઉલ આલમ ચૌધરીએ રેજીનગરથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
ઉમેદવારી પત્ર દાખલ કરવાની તારીખ પૂર્ણ થવાની સાથે જ નંદીગ્રામ અને રેજીનગરથી TMC (મમતા જૂથ)નો પડકાર પૂરો થઈ ગયો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની આ બે સીટો પર 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે.
કોંગ્રેસ તરફથી કોણ લડશે ચૂંટણી?
કોંગ્રેસ તરફથી મોહમ્મદ અબ્દુલ્લાહિલ રેજીનગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે, જ્યારે મિલન પ્રધાનને નંદીગ્રામથી ઉમેદવાર બનાવ્યા છે. CPM એ રેજીનગરથી એડવોકેટ સઈદ અસદ અલીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે CPI એ નંદીગ્રામથી શાંતિ ગોપાલ ગિરીને ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપે કોને બનાવ્યા ઉમેદવાર?
ભાજપે નંદીગ્રામથી મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીના PA રહી ચૂકેલા ચંદ્રનાથ રથના માતા હાસી રાની રથને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ચંદ્રનાથ રથનું નિધન કરી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ, રેજીનગરથી ભાજપે શંખારવ સરકારને ટિકિટ આપી છે.


