Homeગુજરાતીદેશ-વિદેશટ્રમ્પે H-1B વીઝા માટે 1,00,000 ડોલર ફી ફરી લાગુ કરી, કર્મચારીઓની છટણી...

ટ્રમ્પે H-1B વીઝા માટે 1,00,000 ડોલર ફી ફરી લાગુ કરી, કર્મચારીઓની છટણી કરનાર કંપનીઓ સામે તપાસના આદેશ

વોશિંગ્ટન, 19 સપ્ટેમ્બર 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વીઝા અરજીઓ માટે એક લાખ ડોલરની ફી ફરીથી લાગુ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ સાથે જ, અમેરિકી કર્મચારીઓની છટણી કરીને વિદેશી વર્કર્સને સ્પોન્સર કરનાર કંપનીઓ અને એમ્પ્લોયર્સ સામે કડક તપાસ અને સમીક્ષાના આદેશ આપ્યા છે. વ્હાઇટ હાઉસની ફેક્ટ શીટ અને કારોબારી આદેશ અનુસાર, આ નવો નિયમ કૌશલ્ય આધારિત વીઝા પ્રોગ્રામ હેઠળ આવતી અરજીઓની ચકાસણી વધુ સખત બનાવશે.

નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ, સ્ટેટ, લેબર અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ તપાસ કરે કે વીઝા સ્પોન્સર કરનાર એમ્પ્લોયરે છેલ્લા એક વર્ષમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે અમેરિકી કર્મચારીઓની છટણી કરી છે કે કેમ. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી કોઈ છટણી કરવાની યોજના છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવશે. આ નિયમ લેબર કન્ડીશન એપ્લિકેશન, પિટિશન અને વીઝા મંજૂરી પર સીધી અસર કરશે.

અમેરિકી વર્કફોર્સનું હિત જાળવવાનો દાવો કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મેં નક્કી કર્યું છે કે અમેરિકી કર્મચારીઓની સુરક્ષા અને તેમને પ્રાથમિકતા આપવા માટે સતત પ્રયાસો થવા જોઈએ.” 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રથમ વખત જાહેર કરવામાં આવેલી એક લાખ ડોલરની આ ફીની જરૂરિયાતને રિન્યુ કરવામાં આવી છે. આ ફી અમુક ચોક્કસ H-1B અરજીઓ પર લાગુ થશે.

  • લેબર સેક્રેટરીને 30 દિવસનું અલ્ટીમેટમ

આદેશ અનુસાર, શ્રમ સચિવને 30 દિવસની અંદર ‘વેજ એન્ડ અવર ડિવિઝન’ દ્વારા અગાઉ સબમિટ કરાયેલા લેબર કન્ડીશન એપ્લિકેશન ડેટાની સમીક્ષા શરૂ કરવાનો નિર્દેશ અપાયો છે. આ સમીક્ષાના આધારે જ નક્કી થશે કે સ્પોન્સર કરનાર એમ્પ્લોયર સામે આગળ કાનૂની કાર્યવાહી કરવી કે નહીં. H-1B અરજીઓની પ્રક્રિયા દરમિયાન વાણિજ્ય, શિક્ષણ અને સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા વિભાગો પાસેથી પણ આર્થિક અને શૈક્ષણિક વિગતો મેળવવામાં આવશે.

ટ્રમ્પ વહીવટીતંત્રે આ કડક પગલાંને અમેરિકી વર્કર્સના વિસ્થાપન અને આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા પ્રોગ્રામના દુરુપયોગ સામેની કાર્યવાહી ગણાવી છે. ઓર્ડરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, આઇટી ક્ષેત્રના એમ્પ્લોયર્સે લાખો H-1B વીઝા માંગ્યા હતા, જ્યારે 2022 થી 2026 વચ્ચે આશરે 8 લાખથી 13 લાખ અમેરિકી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હતા. આ સિવાય, કેટલીક કંપનીઓએ કામની સ્થિતિ અને અરજદારોની યોગ્યતા અંગે ખોટી માહિતી આપી હોવાનો પણ દાવો કરાયો છે.

  • આઉટસોર્સિંગ અરજીઓમાં 92 ટકાનો ઘટાડો

વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે 2025ના જાહેરનામા બાદ સૌથી મોટી આઇટી આઉટસોર્સિંગ ફર્મ્સ દ્વારા કરવામાં આવતા રજીસ્ટ્રેશનમાં 92 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત, કોન્સ્યુલર પ્રોસેસિંગના વિનંતી પત્રોમાં પણ 97 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડીસેમ્બર 2025માં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા રેન્ડમ સિલેક્શન (લોટરી) ને બદલે પગાર સ્તરના આધારે પસંદગીનો નિયમ લાગુ કરાયો હતો, જેના કારણે નાણાકીય વર્ષ 2027 માં રજીસ્ટ્રેશનમાં આશરે 40 ટકાનો ઘટાડો થયો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular