HomeAgency Newsઆ ગુજરાતી વેપારીએ મુંબઈના જુહુમાં 711 કરોડમાં એક આખો રેસિડેન્શિયલ ટાવર ખરીદી...

આ ગુજરાતી વેપારીએ મુંબઈના જુહુમાં 711 કરોડમાં એક આખો રેસિડેન્શિયલ ટાવર ખરીદી લીધો

મુંબઈ, 22 સપ્ટેમ્બર 2026 – businessman bought an entire residential tower મુંબઈના જુહુમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની દેશની સૌથી મોટી ડીલ સામે આવી છે. ફિનટેક કંપની Angel Oneના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ઠક્કરે જુહુમાં આશરે 711 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદવા માટે કરાર કર્યો છે. તેમણે કોઈ એક કે બે ફ્લેટ નહીં, પરંતુ આખેઆખો રેસિડેન્શિયલ ટાવર ખરીદવાનો નિર્ણય કર્યો છે.

રિયલ એસ્ટેટ કંપનીએ જાણકારી આપી છે કે તેમણે દિનેશ ઠક્કર સાથે એક સમજૂતી કરાર (MoU) સાઈન કર્યો છે. આ હેઠળ જુહુ સ્થિત ‘Embassy Terrazza’ પ્રોજેક્ટનો એક આખો ટાવર તેમને વેચવામાં આવશે.

પ્રોપર્ટી અને ટાવરની ખાસિયતો

દિનેશભાઈ ઠક્કરે ખરીદેલો આ ટાવર ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 7 માળનો છે, જેમાં આશરે 63,000 ચોરસ ફૂટ RERA કાર્પેટ એરિયા છે. આ હિસાબે પ્રોપર્ટીની કિંમત આશરે 1.13 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થાય છે.

નવા ઘરનું નામ: પ્રાઇવસી, વધુ જગ્યા અને સમુદ્રના સુંદર નજારાને ધ્યાનમાં રાખીને તેમણે આ ટાવર ખરીદ્યો છે અને પોતાના આ નવા ઘરનું નામ ‘Angelus’ રાખ્યું છે.

દિનેશ ઠક્કરની પ્રેરણાદાયી સફર

કોર્પોરેટ જગતમાં ‘DT’ નામે જાણીતા દિનેશ ઠક્કરની સફર ખૂબ જ પ્રેરણાદાયી રહી છે. મુંબઈના મુલુંડમાં કાપડના વેપારી પરિવારમાં જન્મેલા ઠક્કરે થાણેની સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ કે.સી કોલેજમાંથી ધોરણ 12 પાસ કર્યું હતું. ત્યારબાદ તેમણે આગળનો પરંપરાગત ઉચ્ચ અભ્યાસ ન કરવાનો મોટો નિર્ણય લીધો હતો.

તેમણે 1990માં શેર માર્કેટ બ્રોકરેજમાં ઝંપલાવ્યું અને 6 વર્ષ બાદ 1996માં ‘Angel Broking’ ની સ્થાપના કરી. બ્રોકિંગ ક્ષેત્રે ‘ડિજિટલ ક્રાંતિના જનક’ ગણાતા દિનેશ ઠક્કરે 2019માં તેમની કંપનીને સંપૂર્ણપણે ‘ડિજિટલ-ફર્સ્ટ’ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં રૂપાંતરિત કરી અને બાદમાં તેનું નામ બદલીને Angel One કર્યું.

જીવનનો લાંબો સમય ભાડાના મકાનમાં વિતાવનાર દિનેશ ઠક્કરે કોઈ પણ ડિગ્રી વગર ટેકનોલોજીના દમ પર દેશનું સૌથી મોટું ડિજિટલ સ્ટોક-બ્રોકિંગ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જેની માર્કેટ કેપ આજે 27,000 કરોડ રૂપિયાથી વધુ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular