Homerevoinewsકૃષિ મહાવિદ્યાલય, વસો ખાતે "સેવા અને સમર્પણ" અંતર્ગત ડીબેટ સ્પર્ધા યોજાઈ

કૃષિ મહાવિદ્યાલય, વસો ખાતે “સેવા અને સમર્પણ” અંતર્ગત ડીબેટ સ્પર્ધા યોજાઈ

વસો, 22 સપ્ટેમ્બર, 2026 – College of Agriculture વડાપ્રધાનના જાહેર જીવનના ૨૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે ‘સેવા અને સમર્પણના ૨૫ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે કૃષિ મહાવિદ્યાલય-વ-કૃષિ પોલીટેક્નીક, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસો ખાતે એક ડીબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

“છેલ્લા ૨૫ વર્ષમાં કૃષિક્ષેત્રે થયેલી પ્રગતિ” વિષય પર સંસ્થાના આચાર્ય અને યુનિટ વડા ડૉ. ડી. એ. પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં માનનીય વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રનિર્માણ અને લોકસેવાના ૨૫ વર્ષના વિઝનને બિરદાવવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું કે, વડાપ્રધાને છેલ્લા ૨૫ વર્ષમાં મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન તરીકેના પોતાના જાહેર જીવનમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણને સર્વોચ્ચ અગ્રિમતા આપી છે.

A debate competition was organized at the College of Agriculture, Vaso, under the theme "Service and Dedication
A debate competition was organized at the College of Agriculture, Vaso, under the theme “Service and Dedication

આ ૨૫ વર્ષોમાં ‘સોઈલ હેલ્થ કાર્ડ’, ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’, ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અને ડિજિટલ એગ્રીકલ્ચર જેવા ક્રાંતિકારી નિર્ણયો દ્વારા ભારતીય કૃષિ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું છે, જે અંતર્ગત આ ડીબેટ સ્પર્ધા યુવા વિદ્યાર્થીઓ માટે કૃષિ વિકાસના આ ૨૫ વર્ષના પરિવર્તનને સમજવાનું એક સશક્ત માધ્યમ બની રહી હતી.

આ વૈચારિક મંથનમાં કોલેજનો સમગ્ર સ્ટાફગણ તથા અંદાજીત ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓ સાક્ષી બન્યા હતા. સ્પર્ધામાં પોતાના તાર્કિક અને સંશોધનાત્મક વિચારો રજૂ કરવા માટે કૃષિ મહાવિદ્યાલયના છ વિદ્યાર્થીઓ અને પોલિટેકનિકના આઠ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓએ છેલ્લા ૨૫ વર્ષમાં કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી, હરિયાળી ક્રાંતિના નવા આયામો, પ્રાકૃતિક ખેતી અને આત્મનિર્ભર કૃષિ પર પોતાના મંતવ્યો પ્રભાવશાળી રીતે રજૂ કર્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. નિખિલ જોષી, ડૉ. બી. એમ. ક્રિશ્ચિયન અને ડૉ. વી. બી. ઠાકુર દ્વારા પ્રશંસનીય સેવાઓ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારૂ સંચાલન એસ.આર.સી. ચેરમેન ડૉ. સી. બી. વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular