Homerevoinewsસૈન્યમાં અગ્નિવીર ભરતી રેલીનું સમયપત્રક જાહેર

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલીનું સમયપત્રક જાહેર

ગાંધીનગર, 4 ઑક્ટોબર, 2026 – Schedule for Army Agniveer recruitment rally આર્મી રિક્રૂટિંગ ઓફિસ, નાગપુર દ્વારા 12 ઓક્ટોબર 2026 ના રોજ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિસાપુર, જિલ્લા ચંદ્રપુર, મહારાષ્ટ્ર ખાતે અગ્નિવીર CLK/SKT ભરતી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભરતી રેલી ARO જામનગર ક્ષેત્રના 13 જિલ્લાઓ અને 01 કેન્દ્રશાસિત પ્રદેશ (UT) ના ઉમેદવારો માટે યોજવામાં આવી રહી છે. તેમાં જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ (UT) નો સમાવેશ થાય છે. ભરતી રેલીનું સમયપત્રક નીચે મુજબ છે:

તારીખ અને રિપોર્ટિંગ સમય આવરી લેવાતા જિલ્લા કેટેગરી
12 ઓક્ટોબર 2026,

00:15 કલાકે

જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ (UT) અગ્નિવીર CLK/SKT

 

ઉક્ત ભરતી રેલી માટેના એડમિટ કાર્ડ તમામ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના રજિસ્ટર્ડ ઈ-મેલ સરનામા પર 10 ઓગસ્ટ 2026ના રોજ મોકલી આપવામાં આવ્યા છે. ઉમેદવારો પોતાનું રેલી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે Join Indian Army વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પોતાના Username અને Password વડે લોગિન કરે.કોઈપણ માહિતી/પૂછપરછ માટે આર્મી રિક્રૂટિંગ ઓફિસ, જામનગરનો સંપર્ક કરો:0288-2550346 / 8866976188

આ પણ વાંચોઃ વાયુસેના પ્રમુખ એ.પી. સિંહે બીજી સેખોં ઈન્ડિયન એરફોર્સ મેરેથોનને લીલી ઝંડી બતાવી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular