Homerevoinewsવડોદરાની ભારતીય સૈન્ય EME સ્કૂલ દ્વારા મોટર સાઇકલ અભિયાન "રાઇડ વિથ પ્રાઇડ"નું...

વડોદરાની ભારતીય સૈન્ય EME સ્કૂલ દ્વારા મોટર સાઇકલ અભિયાન “રાઇડ વિથ પ્રાઇડ”નું આયોજન

વડોદરા, 05 ઓક્ટોબર 2026 – Motorcycle expedition by the Indian Army વડોદરાની EME સ્કૂલ ખાતેથી 05 ઓક્ટોબર 2026ના રોજ EME સ્કૂલના કમાન્ડન્ટ મેજર જનરલ મોહિત ગાંધી દ્વારા “રાઇડ વિથ પ્રાઇડ – EME ટુવર્ડ્સ ટેક્નોલોજીકલ ટ્રાન્સફોર્મેશન” નામની મોટરસાઇકલ અભિયાનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ (EME)ના 12 બાઇકસવારોની એક ઉત્સાહી ટીમ વડોદરા, અમદાવાદ, ઉદયપુર, જોધપુર અને જયપુર થઈને આશરે 1,250 કિમીનું અંતર કાપીને દિલ્હીમાં આ મોટર સાઇકલ અભિયાનનું સમાપન કરશે.

Motorcycle expedition "Ride with Pride" organized by the Indian Army's EME School, Vadodara.
Motorcycle expedition “Ride with Pride” organized by the Indian Army’s EME School, Vadodara.

દેશના યુવાનો સાથે જોડાવા અને ભારતીય સૈન્યના હાલમાં ચાલી રહેલા ટેકનોલોજીકલ પરિવર્તનને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. બાઇક સવારો રૂટ દરમિયાન સંવાદ કાર્યક્રમો યોજીને, સૈન્યના સાધનો અને સિસ્ટમોને જાળવવા અને આધુનિક બનાવવામાં કોર્પ્સ ઓફ EMEની ભૂમિકા વિશે લોકોને સમજણ આપશે, સાથે-સાથે યુવા ભારતીયોને સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપશે.

આ પહેલથી ભારતીય સૈન્યના ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાની દિશામાં વ્યાપક પ્રયાસોના ભાગ રૂપે આવિષ્કાર, વ્યાવસાયીકરણ અને આઉટરીચ પ્રત્યે કોર્પ્સ ઓફ EMEની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular