Homeગુજરાતીદેશ-વિદેશCEC જ્ઞાનેશ કુમારની Z+ સુરક્ષા વધુ કડક, વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રનો નિર્ણય

CEC જ્ઞાનેશ કુમારની Z+ સુરક્ષા વધુ કડક, વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી, 08 ઓક્ટોબર 2026: મતદાર યાદીઓની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને થઈ રહેલા વિરોધ વચ્ચે, કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની ‘Z+’ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવી છે. તેમના નિવાસસ્થાન, ચૂંટણી પંચની કચેરી અને તેમની અંગત સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર, દિલ્હી અને આગ્રામાં મુખ્ય ચૂંટણી કમિશનરના નિવાસસ્થાનોની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો બાદ સુરક્ષા એજન્સીઓએ આ પગલું ભર્યું છે.

યુથ કોંગ્રેસનો વિરોધ

આ અગાઉ, 27 સપ્ટેમ્બરે ઈન્ડિયન યુથ કોંગ્રેસે તેમના રાજીનામાની માંગ સાથે તેમના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ પોલીસ અને સુરક્ષાકર્મીઓએ તેમને તાત્કાલિક અટકાવી દીધા હતા.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી મોતી બાગ કોલોનીમાં આવેલા તેમના નિવાસસ્થાનની અંદર અને બહાર સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. કોલોનીની બહાર અર્ધલશ્કરી દળના જવાનોથી ભરેલી એક આખી બસ તૈનાત કરવામાં આવી છે અને ત્યાંથી આવ-જાવ કરનાર દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

નિર્વાચન સદનમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

આ ઉપરાંત, દિલ્હીમાં અશોક રોડ પર આવેલા ચૂંટણી પંચના મુખ્યાલયની અંદર અને બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ની સાથે રેપિડ એક્શન ફોર્સ (RAF), CRPF અને દિલ્હી પોલીસના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 909 અંક તૂટ્યો; નિફ્ટી 22,300ની નીચે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular