ભુજ, 17 ઑક્ટોબર, 2026 – Nana Reha Primary School in Bhuj Taluka માધાપરના દાતાશ્રી દ્વારા નાના રેહા પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને અલ્પાહાર અર્પણ કર્યાં બાળકોની રચનાત્મક વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી પ્રભાવિત પણ થયા સાથે સાથે શૈક્ષણિક સ્ટાફની લગનથી પણ તેઓ પ્રભાવિત થયા હતા.
ભુજ તાલુકાની નાના રેહા પ્રાથમિક શાળા ખાતે માધાપરના દાતાશ્રીઓ દ્વારા બાળકોને અલ્પાહાર કરાવવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

માધાપરના દાતાશ્રી રવજીભાઈ દેવજીભાઈ પીંડોરીયા, નીતાબેન રવજીભાઈ પીંડોરીયા તેમજ દેવબાઈ પરબતભાઈ ગોરસીયા તરફથી નાના રેહા પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના અંદાજે ૨૫૦ જેટલા બાળકોને ચવાણું, સાટા અને બિસ્કીટનો અલ્પાહાર આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ BAOU: ‘વિકસિત ગુજરાત 2047 ઇનોવેશન ચૅલેન્જ’ વિષય પર રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર યોજાયો
શ્રી રવજીભાઈ દેવજીભાઈ પીંડોરીયા દ્વારા શાળામાં અવારનવાર બાળકોને અલ્પાહાર આપવામાં આવે છે અને તેમણે શાળાને ભવિષ્યમાં પણ કોઈ જરૂરિયાત હોય તો જણાવવા માટેની ઉદારતા દર્શાવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જટુભા રાઠોડ તેમજ સમગ્ર શાળા પરિવાર વતી દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો અને સાલ ઓઢાડીને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


