Homeગુજરાતીગુજરાતમાધ્યમિક અને ઉ.મા શાળાઓમાં 5મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન

માધ્યમિક અને ઉ.મા શાળાઓમાં 5મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન

અમદાવાદ, 15 ઓક્ટોબર, 2026 :  Diwali vacation in secondary schools from November 5th રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આગામી તા. 5મી નવેમ્બરથી દિવાળીના વેકેશનનો પ્રારંભ થશે. 21 દિવસનું દિવાળી વેકેશન 25મી નવેમ્બરે પૂર્ણ થશે, દિવાળી વેકેશન પહેલા જ રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરીક્ષાનો માહોલ જામશે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ, તારીખ 22 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ધોરણ 9થી 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના કહેવા મુજબ આગામી તા. 22મીથી શરૂ થતી ધો. 9થી 12ની સત્રાંત પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછાશે. પ્રથમ સત્રની પરીક્ષાઓ અને દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 26 નવેમ્બરથી શાળાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

શૈક્ષણિક કલેન્ડર મુજબ  શાળાઓમાં દિવાળી વેકેશન  તારીખ 5 નવેમ્બરથી 25 નવેમ્બર (કુલ 21 દિવસ) સુધીનું રહેશે. અને દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ તારીખ 26 નવેમ્બરથી થશે. શાળાઓમાં પ્રિલિમ / દ્વિતીય પરીક્ષા  તારીખ 18 જાન્યુઆરી 2027થી 28 જાન્યુઆરી 2027 દરમિયાન લેવાશે. તેમજ પ્રખરતા શોધ કસોટી તારીખ 30 જાન્યુઆરી 2027ના રોજ લેવાશે. શાળા કક્ષાએ લેવાતી પ્રાયોગિક પરીક્ષા (ધો.10-12)  તારીખ 1 ફેબ્રુઆરી 2027થી 3 ફેબ્રુઆરી 2027 દરમિયાન લેવાશે. તથા ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા  તારીખ 5 ફેબ્રુઆરી 2027થી 13 ફેબ્રુઆરી 2027 દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની મુખ્ય પરીક્ષા 25 ફેબ્રુઆરી 2027થી 17 માર્ચ 2027 દરમિયાન લેવાશે. તેમજ શાળાકીય વાર્ષિક પરીક્ષા  તારીખ 5 એપ્રિલ 2027થી 20 એપ્રિલ 2027.દરમિયાન લેવાશે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular