નવી દિલ્હી, 21 ઓક્ટોબર 2026: ક્રિકેટના ઈતિહાસમાં વર્ષોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટેની ટક્કર જોવા મળતી હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ક્રિકેટ પ્રેમીઓના રસ ઘટ્યો છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના સતત પરાજ્યને પરાજ્યને પગલે ક્રિકેટ પ્રેમીઓને હવે ભારત-પાકિસ્તાનની મેચમાં જોવાનું ઓછુ પસંદ કરે છે. હવે આઈસીસી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ રાઈવલરી નહીં હોવાનું માનતી હોવાનું લાગી રહ્યું છે. અંડર-19 મહિલા ટી20 વિશ્વકપના શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યાં છે.

અંડર-19 મહિલા ટી20 વિશ્વકપ તા. 21મી જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી રમાશે. આઈસીસી અંડર 19 વિશ્વકપમાં 16 ટીમ ભાગ લેશે. આ વિશ્વકપની યજમાની બાંગ્લાદેશ અને નેપાળ સંયુક્ત રીતે કરી રહ્યું છે. ભારતીય મહિલા ટીમ પોતાનુ ટાઈટલ જાળવવા મેદાનમાં ઉતરશે. ભારતની પ્રથમ મેચ 22 જાન્યુઆરીના રોજ વેસ્ટઈન્ડિઝ સાથે રમાશે. ભારતીય ટીમને એ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યું છે. એ ગ્રુપમાં ભારત ઉપરાંત આયરલેન્ડ, વેસ્ટઈન્ડિઝ અને નેપાળનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-બીમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને સામોઆનો સમાવેશ થાય છે. આવી જ રીતે ગ્રુપ-સીમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નાઈજીરિયા અને યુએઆઈ તેમજ ગ્રુપ-ડીમાં શ્રીલંકા, અમેરિકા, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસ 21મી જાન્યુઆરીના રોજ આઠ ટીમ વચ્ચે ચાર મેચ રમાશે.


