Homeગુજરાતીદેશ-વિદેશજળશ્રોતોની સુરક્ષામાં બેદરકારી નહીં ચલાવાય: સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસે રિપોર્ટ માગ્યો

જળશ્રોતોની સુરક્ષામાં બેદરકારી નહીં ચલાવાય: સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસે રિપોર્ટ માગ્યો

નવી દિલ્હી, 24 ઓક્ટોબર 2026: દેશમાં મૂલ્યવાન જળશ્રોતો અને આર્દ્રભૂમિ ની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યારે કિંમતી જળશ્રોતોની સુરક્ષા ન થતી હોય, ત્યારે અદાલતો આ સ્થિતિ સામે આંખ આડા કાનના કરી શકે નહીં. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની બેન્ચે સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જળશ્રોતો એ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત હોવાથી અત્યંત મૂલ્યવાન છે અને તે ભારતીય બંધારણ હેઠળ નાગરિકોને મળેલા ‘જીવનના અધિકાર’ ના દાયરામાં આવે છે. કોર્ટે ઉમેર્યું હતું કે, “આ અદાલત માત્ર મૂકદશક બનીને બેસી રહી શકે નહીં અને જળશ્રોતોને અસુરક્ષિત છોડવાના ગંભીર પરિણામોની અવગણના ન કરી શકે.”

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને સંબંધિત સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ વેટલેન્ડ્સ અને જળશ્રોતોની સ્થળ પર જઈને વાસ્તવિક સ્થિતિની તપાસ કરે અને તેની હદ/સીમાઓ નક્કી કરે. કોર્ટે રાજ્ય સરકારો અને વેટલેન્ડ ઓથોરિટીઝને યાદ અપાવ્યું છે કે જો અત્યાર સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં ન આવી હોય, તો તાત્કાલિક ધોરણે આ કામ પૂર્ણ કરવામાં આવે. આ પ્રક્રિયામાં અપનાવાયેલી પદ્ધતિ અને વિગતો દર્શાવતું અનુપાલન સોગંદનામું દાખલ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. શરૂઆતમાં કોર્ટે આ સોગંદનામા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો, પરંતુ વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ રજૂઆત કરી હતી કે અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને વાસ્તવિક સ્થિતિની ચકાસણી કરવામાં સમય લાગી શકે છે, જેથી આ પ્રક્રિયા માટે 6 થી 9 મહિનાનો યોગ્ય સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular