Homeગુજરાતીદેશ-વિદેશઅમેરિકામાં ભારતીયોનો દબદબો: માત્ર એક્સક્લુઝિવ ભારતીયોની વસ્તી વધીને 5.41 મિલિયન થઈ

અમેરિકામાં ભારતીયોનો દબદબો: માત્ર એક્સક્લુઝિવ ભારતીયોની વસ્તી વધીને 5.41 મિલિયન થઈ

વૉશિંગ્ટન, 30 ઓક્ટોબર 2026: યુનાઇટેડ સ્ટેટ્સ સેન્સસ બ્યુરો (અમેરિકન જનગણના બ્યુરો) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ‘અમેરિકન કમ્યુનિટી સર્વે’ના નવા વાર્ષિક આંકડાઓ અનુસાર, વર્ષ 2025માં અમેરિકામાં માત્ર ભારતીય મૂળની ઓળખ ધરાવતા લોકોની સંખ્યા વધીને અંદાજે 54.1 લાખ પર પહોંચી ગઈ છે. આ સાથે જ ભારતીયો અમેરિકામાં સૌથી મોટો સિંગલ એશિયન સમુદાય બની ગયા છે. બ્યુરો દ્વારા જારી વિગતવાર અહેવાલ મુજબ, વર્ષ 2024માં આ આંકડો અંદાજે 5.09 મિલિયન હતો, જે 2025માં વધીને 5.41 મિલિયન થયો છે. એટલે કે એક જ વર્ષમાં આ વસ્તીમાં 3,15,000 થી વધુનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જો અન્ય સમુદાયો સાથે મિશ્ર કે સહી-સંબંધિત ઓળખ ધરાવતા ભારતીયોને પણ જોડી દેવામાં આવે, તો આ કુલ આંકડો વધીને 59.1 લાખ થઈ જાય છે.

આ આંકડાઓ સાથે જ એશિયન સમુદાયોમાં ભારતીયોએ મોખરાનું સ્થાન મેળવી લીધું છે. આ બાબતમાં ભારતીયોએ ચીની (તાઈવાન સિવાયના) નાગરિકોને પાછળ છોડી દીધા છે, જેમની માત્ર ‘એક્સક્લુઝિવ’ વસ્તી અંદાજે 4.65 મિલિયન છે. જોકે, અન્ય જૂથો સાથેના જોડાણને ગણીએ તો ચીની નાગરિકોની કુલ સંખ્યા 5.97 મિલિયન થાય છે, જે ભારતીયોની કુલ વસ્તીની લગભગ બરાબર છે. નોંધનીય છે કે 2025માં અમેરિકાની કુલ વસ્તી અંદાજે 341.8 મિલિયન હતી.

  • જન્મસ્થળની દ્રષ્ટિએ ભારત બીજા સ્થાને

અમેરિકામાં વિદેશી મૂળના લોકોના જન્મસ્થળની યાદીમાં મેક્સિકો પછી ભારત બીજા ક્રમે છે. 2025માં અમેરિકામાં રહેતા અંદાજે 3.40 મિલિયન લોકોનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે 2024માં આ આંકડો 3.16 મિલિયન હતો. મેક્સિકો 10.61 મિલિયન વસ્તી સાથે મોખરે છે, જ્યારે ભારત પછી ચીન (2.40 મિલિયન) અને ફિલિપાઇન્સ (2.24 મિલિયન) નો નંબર આવે છે. અમેરિકામાં કુલ વિદેશી મૂળની વસ્તી અંદાજે 50.41 મિલિયન નોંધાઈ હતી.

અમેરિકામાં ભારતીય સમુદાયના લોકો કયા વિસ્તારોમાં વસે છે તેના રસપ્રદ આંકડા પણ સામે આવ્યા છે. કેલિફોનિયામાં અંદાજે 1.02 મિલિયન, ટેક્સાસમાં 7,08,000, ન્યૂ જર્સીમાં અંદાજે 471000, ન્યુયોર્કમાં અંદાજે 420000, ઇલિનોઈસમાં અંદાજે 288000 અને ફ્લોરિડામાં અંદાજે 239000 ભારતીયો વસવાટ કરે છે. સર્વે મુજબ, 2025માં અમેરિકાના પરિવારોની રાષ્ટ્રીય મધ્યસ્થી આવક વધીને 84,780 ડોલર થઈ છે, જે અગાઉ 81,604 ડોલર હતી.

આ ઉપરાંત, જનગણના બ્યુરોએ પ્રથમ વખત ઇલેક્ટ્રિક વાહનો અંગેના ડેટા પણ જાહેર કર્યા છે. રાષ્ટ્રીય સ્તરે લગભગ 5.5% પરિવારો પાસે EV છે, પરંતુ કેલિફોર્નિયામાં આ પ્રમાણ સૌથી વધુ અંદાજે 14 ટતા નોંધાયું છે. કાઉન્ટી સ્તરે સિલિકોન વેલી ધરાવતી સાંતા ક્લારા કાઉન્ટી દેશભરમાં મોખરે છે, જ્યાં અંદાજે 24 ટકા પરિવારો પાસે ઇલેક્ટ્રિક વાહન છે. આ સર્વે શિક્ષણ, રોજગાર, ગરીબી, આરોગ્ય વીમો અને સ્થાનિક માળખાકીય સુવિધાઓ (જેમ કે 80 ટકા ઘરોમાં પબ્લિક સીવર સિસ્ટમ હોવી) જેવા મહત્વપૂર્ણ વિષયો પર સ્થાનિક સ્તરે ચોક્કસ માહિતી પૂરી પાડતું એકમાત્ર વિશ્વાસપાત્ર માધ્યમ સાબિત થયું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular