નવી દિલ્હી, 6 નવેમ્બર 2026: ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેસ્ટમેન અને ટી20 ટીમના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવએ પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ અંગેનો વીડિયો પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.
दीपावली के माहौल में राम और सरयू का आगमन हुआ है। इससे दीपावली का वातावरण और भी पावन एवं दिव्य हो गया है।
@surya_14kumar https://t.co/B6vwr35Iwm
— Narendra Modi (@narendramodi) November 6, 2026
ભારતીય ટી 20 ટીમના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પરિવારજનો દિવાળી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતા. સૂર્યકુમાર યાદવની સાથે તેમની પત્ની દેવિશા અને બેટી રિદ્દીમા પણ હાજર રહી હતી. દરમિયાન સૂર્યકુમાર યાદવની દીકરીએ પીએમ મોદીને ભજન સંભળાવ્યું હતું. તેમજ પીએમ મોદીએ પૂર્વ કેપ્ટન સાથે પણ વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. તેમજ લખ્યું હતું કે, દિવાળીના માહોલમાં રામ અને સરયૂનું આગમન થયું. જેનાથી દિવાળીનું વાતાવરણ અને પાવન અને દિવ્ય થઈ ગયો છું.








