human behavior આગળના લેખમાં આપણે સમજ્યા કે ઊંઘ એ માનવજીવનની એક અનિવાર્ય જૈવિક પ્રક્રિયા છે. સ્વસ્થ શરીર, શાંત મન, સારી યાદશક્તિ અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે વ્યક્તિ ઊંઘને માત્ર શરીરને આરામ આપવાની પ્રક્રિયા માને છે, પરંતુ વાસ્તવમાં ઊંઘ દરમિયાન મગજ સતત સક્રિય રહે છે. આ દરમિયાન મગજમાં વિવિધ પ્રકારની વિદ્યુત પ્રવૃત્તિઓ જોવા મળે છે, જેને Brain Waves (મગજના તરંગો) કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઊંઘ: તંદુરસ્ત જીવન માટેની પ્રાથમિક જરૂરિયાત
Brain Waves દ્વારા મગજની પ્રવૃત્તિ અને જાગૃતિની વિવિધ અવસ્થાઓને સમજવા માટે મદદ મળે છે. મુખ્યત્વે Alpha, Beta, Theta, Delta અને Gamma Wavesનો અભ્યાસ કરવામાં આવે છે.
Alpha Waves સામાન્ય રીતે ત્યારે જોવા મળે છે જ્યારે વ્યક્તિ જાગૃત હોય, પરંતુ તેનું મન શાંત અને આરામદાયક સ્થિતિમાં હોય. ખાસ કરીને આંખો બંધ કરીને શાંતિથી બેસતી વખતે અથવા ઊંઘ પહેલાં આરામની અવસ્થામાં આ તરંગો જોવા મળે છે. જેનો સંબંધ માનસિક આરામ અને શાંતિ સાથે છે. તણાવ ઘટાડવા માટેની આરામદાયક સ્થિતિ માટે મદદરૂપ છે.
Beta Waves મુખ્યત્વે જાગૃત અવસ્થામાં જોવા મળે છે. જ્યારે વ્યક્તિ વિચારતી હોય, અભ્યાસ કરતી હોય, કોઈ સમસ્યાનું નિરાકરણ કરતી હોય અથવા કોઈ કાર્યમાં એકાગ્રતા રાખતી હોય ત્યારે આ તરંગો સક્રિય હોય છે. જેનો સીધો સંબંધ એ વિચારશક્તિ, તર્કશક્તિ સાથે છે. ધ્યાન અને એકાગ્રતા જાળવવામાં ભાગ ભજવે છે.
આ પણ વાંચોઃ માનસિક સ્વાસ્થ્ય માટેનો સ્ટીગ્મા: બીમારી કરતાં મોટો ડર શેનો છે !?
Theta Waves એ સામાન્ય રીતે હળવી ઊંઘ દરમિયાન અને ઊંઘમાં પ્રવેશ કરતી વખતે જોવા મળે છે. આ ઉપરાંત ઊંડા આરામ અને સ્વપ્ન જેવી કેટલીક માનસિક અવસ્થાઓમાં પણ જોવા મળી શકે છે. જે ઊંઘના પ્રારંભિક તબક્કામાં જોવા મળે છે. તેમજ કેટલીક સ્મૃતિ અને શીખવાની પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે. જેના માટે દરરોજ નિયમિત સમયે સૂવું જોઈએ. સૂતાં પહેલાં શાંત સંગીત સાંભળવું. સૂવાના સમય પહેલાં અનાવશ્યક સ્ક્રીનનો ઉપયોગ ઘટાડવો.
Delta Waves સૌથી ધીમા અવર્તન ધરાવતા Brain Waves છે. તે મુખ્યત્વે રીતે ઊંડી ઊંઘ દરમિયાન જોવા મળે છે. આ ઊંઘનો એવો તબક્કો છે જેમાં શરીરની પુનઃપ્રાપ્તિ અને આરામની પ્રક્રિયાઓ મહત્ત્વપૂર્ણ હોય છે. જે શારીરિક પુનઃપ્રાપ્તિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આના માટે દરરોજ 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. સૂવાના રૂમમાં અંધારું અને શાંતિ રાખવી. રાત્રે ભારે ભોજન ટાળવું.
Gamma Waves ઊંચા આવર્તન ધરાવતા Brain Waves છે. તે ધ્યાન, માહિતીનું સંકલન, જટિલ બોધાત્મક પ્રક્રિયાઓ અને મગજની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. જે જટિલ માહિતીની પ્રક્રિયા સાથે સંબંધિત છે. મગજ એ વિવિધ પ્રવૃત્તિઓના સંકલનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નવી બાબતો શીખવાની ટેવ વિકસાવવી જોઈએ. માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવું.
સારી ઊંઘ મેળવવા માટે કોઈ એક ખાસ Brain Wave વધારવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. તેના બદલે નિયમિત જીવનશૈલી, સંતુલિત આહાર, શારીરિક પ્રવૃત્તિ, તણાવનું યોગ્ય સંચાલન અને પૂરતી ઊંઘ પર ધ્યાન આપવું જોઈએ.
મન:મર્મ- સારી ઊંઘ એ માત્ર થાક ઉતારવા માટેની સ્થિતિ નથી પરંતુ સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની અગત્યની ચાવી છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








