Homeગુજરાતીદેશ-વિદેશધનુષને સાઈ પલ્લવીની ભાવુક અપીલ, રાજકારણમાં જઈને ફિલ્મો ન છોડતા

ધનુષને સાઈ પલ્લવીની ભાવુક અપીલ, રાજકારણમાં જઈને ફિલ્મો ન છોડતા

સાઈ પલ્લવીએ તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા વિજયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વિજયે રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ ફિલ્મોમાંથી અંતર બનાવી લીધું છે. એક કલાકાર તરીકે તેમને એવું લાગે છે કે સિનેમા જગતને વિજય જેવા કલાકારની ખોટ વર્તાશે. હવે ધનુષ પણ જો ફિલ્મો છોડી દેશે તો દર્શકો વધુ એક પ્રતિભાશાળી અભિનેતાને ગુમાવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ધનુષ જે પ્રકારની વાસ્તવિક અને જમીન સાથે જોડાયેલી વાર્તાઓ દર્શકો સમક્ષ લાવે છે, તેની અસર લાંબા સમય સુધી રહે છે. તેમની ફિલ્મ ‘પોલ્લાધવન’ બાદ અનેક લોકોએ ફિલ્મમાં જોવા મળેલી બાઇક અને સ્ટાઇલ અપનાવી હતી. આ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સાચી પ્રતિભા ધરાવતા કલાકારની જરૂર પડે છે.

20 નવેમ્બરે રિલીઝ થશે ‘ઓમઃ ચેપ્ટર વન’
આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર પેરિયાસામીએ કર્યું છે. ફિલ્મમાં ધનુષ એક અંડરકવર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. મલયાલમ સિનેમાના જાણીતા અભિનેતા મમૂટી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

ફિલ્મ 20 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન સાઈ પલ્લવીની ધનુષ માટેની આ અપીલ હવે મનોરંજન જગતમાં ચર્ચાનો વિષય બની છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img