Homeગુજરાતીદિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના - 4 લોકો જીવતા...

દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના – 4 લોકો જીવતા આગમાં હોમાયા

  • દિલ્હીના એક મકાનમાં આગની ઘટના
  • 4 લોકો જીવતા આગમાં હોમાયા
  • આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી

 

દિલ્હીઃ- દેશની રાધાની દિલ્હીમાં આગના બનાવો ઘણા બનતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે દિલ્હીમાં મંગળવારની વહેલી સવારે એક દર્દનાક આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હીના જૂની સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને 4 લોકો ગંભીર રીતે આગમાં દાધ્યા હતા.

ઘટનાની જાણા ફાયર વિભાગને સવારે 4:07 કલાકે મળી હતી. ચાર ફાયર ફાઈટરોએ કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જ્યારે અગ્નિશામક દળ ઘરના ત્રીજા માળે પહોંચ્યા ત્યારે પરિવારના ચારેય સભ્યો એક રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

જ્યા આગની ઘટના બની છે તે માળ બિલ્ડીંગના સૌથી  ઉપરનો માળ હતો.જો કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ પણ આ અંગે હજુ કંઈ સ્પષ્ટ માહિતી આપી રહી નથી. હાલ આગમાં મૃત્યુ પામેલા લોકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ આગની ઘટનાને લઈને માનવામાં આવી રહ્યું છે કે રાત્રિ દરમિયાન તમામ લોકો સૂઈ ગયા હોવાને કારણે કોઈને આગની જાણ થઈ નોહતી અને થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ અને તેમાં ચાર લોકોના મોત થયાની જાણ થતાં જ ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી હતી. પોલીસનું કહેવું છે કે આગનું કારણ શું હતું તે ઘટનાની ઝીણવટભરી તપાસ બાદ જ ખબર પડશે. સ્થાનિક લોકો પણ આ અંગે કંઈ કહી શક્યા નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular