1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીના માર્ગો ઉપર મોટી સંખ્યામાં જોવા મળશે ઈ-ઓટો રિક્ષા, 20 હજારથી વધારે વ્યક્તિઓએ માગી મંજૂરી
દિલ્હીના માર્ગો ઉપર મોટી સંખ્યામાં જોવા મળશે ઈ-ઓટો રિક્ષા, 20 હજારથી વધારે વ્યક્તિઓએ માગી મંજૂરી

દિલ્હીના માર્ગો ઉપર મોટી સંખ્યામાં જોવા મળશે ઈ-ઓટો રિક્ષા, 20 હજારથી વધારે વ્યક્તિઓએ માગી મંજૂરી

0
Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. પ્રદુષણને ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર પણ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં સતત આગળ વધી રહી છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં મોટી સંખ્યામાં ઈ-બસો દોડી રહી છે. દરમિયાન દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. સરકારે મહિલાઓ માટે સિટી ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ચલાવવાની તૈયારી કરી છે.

ગયા વર્ષે ઓક્ટોબર દરમિયાન દિલ્હીની કેજરીવાલ સરકારે 1,406 ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા શરૂ કરવાની યોજના શરૂ કરી હતી. સરકારની આ યોજનામાં મહિલા ડ્રાઇવરોને 33 ટકા અનામત આપવામાં આવી હતી. આ માટે દિલ્હી સરકારને ફેબ્રુઆરી સુધીમાં 20,589 અરજીઓ મળી છે. આ અરજીઓમાં 19,846 પુરૂષો અને 743 મહિલાઓએ અરજી કરી છે. સફળ અરજદારોની પ્રથમ યાદી હવે LOE સાથે પ્રદાન કરવામાં આવી છે. દરમિયાન, 823 મહિલાઓએ ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા માટે પરમિટ માટે અરજી કરી છે. પરિવહન મંત્રી કૈલાશ ગહેલોતે કહ્યું હતું કે, ડીએમઆરસી દ્વારા મેટ્રો સ્ટેશનો માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે ગયા મહિને પરમીશન આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, ફરિયાદો ઘટાડવા અને યોજનાનો દુરુપયોગ અટકાવવા માટે  વિભાગ દ્વારા વિવિધ રંગોની ઇલેક્ટ્રિક ઓટો આપવામાં આવશે. વિભાગ મહિલા ડ્રાઇવરોને લીક રંગની ઇલેક્ટ્રિક ઓટો આપશે, અને અન્યને વાદળી. સરાય કાલે ખાન અને લોની ખાતે ડ્રાઇવિંગ, ટ્રેનિંગ અને રિસર્ચ સેન્ટર ખાતે પણ “ઈ-ઓટો ફેર”નું આયોજન કરવામાં આવશે. જેથી કરીને ઈ-ઓટો અને ડાઈવિંગ ટેસ્ટ અંગે જાગૃતિ લાવી શકાય. આ સિવાય DARC એ ઈલેક્ટ્રિક બસો પણ ચલાવી છે જે સિંગલ ચાર્જ પર 120 કિમી ચાલે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code