1. Home
  2. ગુજરાતી
  3. એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલે’ રીલીઝ થતાં જ ભારતની બહાર બનાવ્યો આ ખાસ રેકોર્ડ
એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલે’ રીલીઝ થતાં જ ભારતની બહાર બનાવ્યો આ ખાસ રેકોર્ડ

એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલે’ રીલીઝ થતાં જ ભારતની બહાર બનાવ્યો આ ખાસ રેકોર્ડ

0
Social Share

મુંબઈ – અભિનેતા રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ રીલીઝ પેહલાજ કરોડોની કમાણી કરી ચૂકી છે આજ રોજ આ ફિલ્મ સિનેમા ઘરોમાં રીલીઝ થઈ ચૂકી છે ત્યારે ફિલ્મને દર્શકો વતી સારો પ્રતિસાદ મળી રહ્યો છે .

જાણકારી મુજબ આ ફિલ્મે અમેરિકામાં ખાસ રેકોર્ડ રિલિઝન પેહલા જ દિવસે બનાવ્યો છે ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કથિત રીતે અરાજકતા પેદા કરી રહી છે.

આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ‘એનિમલ’એ રિલીઝ થતાની સાથે જ શુક્રવારે ઉત્તર અમેરિકામાં $1 મિલિયનનો આંકડો વટાવી દીધો છે. આ સાથે, સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત આ સિદ્ધિ હાંસલ કરનાર ઉત્તર અમેરિકામાં પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.

એનિમલના એકાઉન્ટ એક્સ પર માહિતી શેર કરવામાં આવી છે જે પ્રમાણે , “ઇતિહાસ રચાયો છે!! #એનિમલ  ઉત્તર અમેરિકામાં 1 મિલિયન ડોલરનો આકડો  પાર કર્યો  છે, સાંજે 5:30 વાગ્યે પ્રીમિયર થશે! આ સિદ્ધિ મેળવનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે !હજી બીજા ઘણા રેકોર્ડ તૂટશે !

ભારતમાં ‘એનિમલ’ની શરૂઆતની વાત કરીએ તો આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં લોકપ્રિય થઈ ગઈ છે. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ સાથે જ ‘એનિમલ’ની પહેલા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.

‘એનિમલ’ ભારતમાં પ્રથમ દિવસે 60 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે તેવી આશા છે. આ આંકડાઓ સાથે રણબીર કપૂરની ફિલ્મે સલમાન ખાનની ટાઈગર 3ને માત આપી દીધી છે.

‘એનિમલ’ને કબીર ફેમ સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ મલ્ટી સ્ટારર છે. ‘એનિમલ’માં રણબીર કપૂર સિવાય રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ, અનિલ કપૂર, શક્તિ કપૂર સહિતના ઘણા સ્ટાર્સે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ આજે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે ટ્રેલર રીલીઝ થતાંજ  દર્શકો એ ફિલ્મ સુપર હિટ જવાની આશાઓ વ્યક્ત કરી હતી .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code