Homeગુજરાતીગુજરાતસુરતમાં પગારના પ્રશ્ને એકાઉન્ટન્ટે ટેક્સટાઈલ માર્કેટમાં આગ લગાડી કરોડોનું નુકસાન કર્યું

સુરતમાં પગારના પ્રશ્ને એકાઉન્ટન્ટે ટેક્સટાઈલ માર્કેટમાં આગ લગાડી કરોડોનું નુકસાન કર્યું

સુરત, 22 સપ્ટેમ્બર, 2026 : Accountant sets fire to textile market over salary issue શહેરના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની રાત્રે ભીષણ આગ લાગી હતી. અને આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આગ લાગ્યાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીસીટીવીના કૂટેજ તપાસતા એક વ્યક્તિની હીલચાલ શંકાસ્પદ લાગતા તપાસનો દૌર ક્રાઈમ બ્રાન્ચે હાથમાં લીધો હતો. અને આગ આકસ્મિક નહીં પણ ષડયંત્ર હોવાનો પડદાફાશ કરીને એક આરોપી એવા કર્મચારીને દબોચી લીધો છે.

ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓને પૂછતાછમાં આરોપી કર્મચારી વિનોદ સાવલેએ જણાવ્યું હતું કે, પોતે માર્કેટના છઠ્ઠા માળે આવેલી દુકાનના એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. દુકાનના માલિક પગારના રૂપિયા 10 હજાર બાકી હોવા છતાંયે આપતા નહતા. આથી માલિકને  પાઠ ભણાવવા માટે રૂ. 150ના પેટ્રોલથી રાતના સમયે દુકાનમાં આગ લગાડી હતી.

દુકાનોમાં કાપડનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. અને 14 દુકાનોમાં આગ પ્રસરી હતી. માત્ર 10 હજારના બાકી પગારને લીધે લગાવેલી આગમાં અંદાજે રૂ. 24 કરોડનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું, જે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને 38 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતો, જેમાં આરોપી મોઢા પર સફેદ રૂમાલ બાંધીને અને ખભા પર બેગ લટકાવીને માર્કેટના છઠ્ઠા માળે પહોંચતો દેખાય છે. ત્યારબાદ તે પોતાની બેગમાંથી પેટ્રોલ ભરેલી બોટલ કાઢીને દુકાનની બહાર રાખેલા કાપડના બોક્સ પર ધ્યાનપૂર્વક છાંટીને આગ ચાંપી દે છે. આ પુરાવાઓના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી એકાઉન્ટન્ટ વિનોદ સાવલેની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે. આરોપીએ કરેલા પ્રથમ પ્રયાસમાં માચીસથી આગ લગાવવામાં નિષ્ફળ જાય છે. જોકે, બીજા પ્રયાસમાં તે સફળતાપૂર્વક આગ ચાંપી દે છે. આગ ભભૂકતા જ તે તાત્કાલિક પેસેજ તરફ ભાગે છે અને પાછળ વળીને ખાતરી પણ કરે છે કે આગ બરાબર લાગી છે કે નહીં. તમામ દુકાનોની બહાર કાપડના પાર્સલ હોવાથી આ આગ એટલી ભીષણ બની હતી કે તેને કાબૂમાં લેતા 24 કલાકનો સમય લાગ્યો હતો. 33 વર્ષીય વિનોદ પંડીત સાવલે શ્યામ સંગીની માર્કેટની દુકાન નંબર 639 (જેકોર્પ ઇન્ડિયા અને જગદંબા ટેક્સટાઈલ)માં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો. એપ્રિલ 2026માં 30 હજારના પગારે નોકરી શરૂ કર્યા બાદ, એકાઉન્ટનું કામ બરાબર ન આવડતા માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવર સાથે તેનો વિવાદ થયો હતો. વિનોદે જૂનમાં નોકરી છોડી દીધી હતી. જોકે, તેને લાગતું હતું કે તેના 10 હજાર રૂપિયા લેવાના બાકી છે. માલિક દ્વારા પૈસા ન આપવા પર રોષે ભરાયેલા વિનોદે 10 હજારની કિંમત શું હોય છે તે બતાવવા દુકાનમાં આગ લગાવવાનો ખતરનાક પ્લા ન બનાવ્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી અને વિનોદ ને જાણ પણ થઈ નહોતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular