1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટર શાહીદ કપૂરનો જન્મદિવસ, જાણો તેમના રિલ અને રીયલ લાઈફ વિશેની વાતો, હાલ ‘ફર્જી’ને લઈને ચર્ચામાં અભિનેતા
બોલિવૂડ એક્ટર શાહીદ કપૂરનો જન્મદિવસ, જાણો તેમના રિલ અને રીયલ લાઈફ વિશેની  વાતો, હાલ ‘ફર્જી’ને લઈને ચર્ચામાં અભિનેતા

બોલિવૂડ એક્ટર શાહીદ કપૂરનો જન્મદિવસ, જાણો તેમના રિલ અને રીયલ લાઈફ વિશેની વાતો, હાલ ‘ફર્જી’ને લઈને ચર્ચામાં અભિનેતા

0
Social Share
  • અભિનેતા શાહીદ કપૂરનો 41મો જન્મ દિવસ
  • અનેક સુપર હીટ ફિલ્મો કરી દર્શકોના દીલ જીત્યા

અભિનેતા શાહિદ કપૂરે બોલિવૂડમાં પ્રથમ વખત  1999માં આવેલી ફિલ્મ ‘તાલ’માં ડાન્સર તરીકે કામ કર્યું હતું. તે પછી તે ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’માં લીડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો અને પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

 

બોલિવૂડના હેન્ડસમ અને ચાર્મિંગ અભિનેતા શાહિદ કપૂરનો આજે  41 મો જન્મદિવસ છે. શાહિદ એક એવો બોલિવૂડ એક્ટર છે જેણે તેમના અભિનયથી જ નહીં પરંતુ તેના હેન્ડસન લૂકથી પણ દર્શકોના દિલ જીત્યાં છે. શાહીદે 18 વર્ષના ફિલ્મી સફરમાં અનેક અવનવા રોલ પ્લે કર્યા છે,

 ફિલ્મ કબીર સિંઘમાં શાહિદ કપૂરનો માચો લૂક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.શાહિદે વર્ષ 2003 માં ફિલ્મ ‘ઇશ્ક વિશક’  ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં અમૃતા રાવ તેની સાથે જોવા મળી હતી. શાહિદ-અમૃતાની પહેલી ફિલ્મ મોટા પડદે સુપરહિટ થઈ હતી. શાઆ ફિલ્મ માટે તેણે બેસ્ટ મેલ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો.વર્ષ 2006 માં આવેલી ફિલ્મ ‘ચુપ ચૂપકે’, શાહિદે મૂંગાનો રોલ પ્લે કરીને કોમેડી ફિલમ જગતમાં પણપોતાનું નામ રોશન કર્યું. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

આ સાથે જ શાહીદ ‘વિવાહ’માં જોવા મળ્યો હતો. શાહિદનું પાત્ર અને ફિલ્મમાં  સારા દેખાવથી ચાહકો તેના  દિવાના  ગયા. સૂરજ બરજાત્યાની આ ફિલ્મ સિનેમાઘરોમાં સુપર હીચટ રહી હતી જેણેશાહીદને એક અલગ ઓળખ અપાવી હતી.કરીના કપૂર સાથે વર્ષ 2007 માં શાહિદ ફિલ્મ જબ વી મેટમાં કરિના સાથે જોવા મળ્યો હતો..આ ફિલમની શાહિદ અને કરીનાની કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી હતી.ત્યાર બાદ શાહીદ અને કરીના અફેરની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો.

વર્ષ 2014 માં, ફિલ્મ ‘હૈદર’ માં, શાહિદએ તેના દમદાર અભિનયથીતેનો અનોખો અંદાજ દર્શાવ્યો હતો.. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.પદ્માવતનીસાથે તે ફરી સ્ટાર બન્યો ત્યાર બાદ વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કબીર સિંઘ’થી શાહિદે એકવાર ચાહકોનું દિલ જીતી લીધું હતું. 

ફિટનેસને લઈને પણ શાહીદ જાણીતો

‘જબ વી મેટ’ અભિનેતા અઠવાડિયામાં 6 દિવસ ગંભીરતાથી વર્કઆઉટ કરે છે અને બાકીનો એક દિવસ ફિટ રહેવા માટે આરામ માટે રાખે છે. શાહિદની વર્કઆઉટ રેજીમમાં ઘણી બધી કાર્ડિયો એક્સરસાઇઝ તેમજ વેઇટ ટ્રેનિંગનો સમાવેશ થાય છે. તે ટ્રેડમિલ પર દોડીને તેનું કાર્ડિયો વર્કઆઉટ શરૂ કરે છે. શાહિદની વર્કઆઉટ રૂટિનમાં વિવિધ એક્સરસાઇઝ સાથે ઇક્વિપમેન્ટ ટ્રેનિંગનો પણ સમાવેશ થાય છે.

અભિનેતા શાહીદ મીરા રાજપુત સાથે 7 જુલાઈના રોજ લગ્નના બંધનેમાં જોડાો હતો.તેમની વેડિંગ સેરેમની પ્રાઈવેટ રાખવામાં આવી હતી, જેમાં માત્ર પરિવારજનો, નજીકના સંબંધીઓ અને મિત્રો જોડાયા હતા.તેના પરિવારમાં તેને બે પુત્રીઓ છે,શાહીદને એક પુત્રી મીશા અને એક પુત્રા જૈન છે.શાહીદ મીરા સાથે અને પોતાના બાળકો સાથે હાલ ખુશખુશાલ જીવન પસાર કરી રહ્યો છે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code