
મેરેજ કે ફંકશનમાં સ્ટ્રેટ વાળ કર્યા બાદ તેની આ રીતે રાખો કાળજી, વાળ નહી થાય ખરાબ
સામાન્ય રીતે આપણે વાળને સ્ટ્રેટ કરવા માટે સ્ટ્રેટનરનો ઉપયોગ કરીે છીએ વાળ સ્ટ્રેટ કર્યા પછી તરત વળવા લાગે છે તેનું કારણ એ છે કે તમારી કાળજી બરાબર હોતી નથી, જો તમે ટાઈમ પરવારી વાળ સ્ટ્રેટ કરાવો છો તો તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી લેવી જોઈએ, તોચાલો જાણીએ વાળને લોંગ ટાઈ કંઈ રીતે સ્ટ્રેટ રાખઈ શકાય છે.
વાળને સ્ટ્રેટ કર્યા બાદ આટલી કાળજી લો
જો તમે ટાઈમપરવારી હેર સ્ટ્રેટ કરો છો તો જારા પણ પાણી વાળને ન અડવાદો જો વાળમાં પાણી લાગી જશે તો એટલા વાળ તમારા ફરી જેવા હતા તેવા થી જશે એટલે કે cહેનત પર સાચ્ચે જ પાણી ફરી વળશે.
વાળ સ્ટ્રેટ કર્યા હોય અને બહાર નીકળવું હોય તો પવનથી વાળને બચાવો કારણ કે પવનના કારણે વાળ ગૂંચવાય જાય છે અને વેર વિખેર થી જાય છે જેથી કરીને તમે વાળમામં હળવેથી કોટનનો દુપટ્ટો બાંધી શકો છો જેથી વાળ ઉડશે નહી.
વાળ સ્ટ્રેટ કર્યા બાદ વારંવાર કાંચકો મારવાનું ટાળો, ઘણી વખત વાળ ગુંચવાય જાય અને કાંચકો મારીએ છીએ તો વાળ ફરી જેવા હતા તેવા વાંકા વળી જાય છે.
વાળમાં સ્ટ્રેટ કર્યા બાદ પીન કરવાની હેર બેન્ડ નાખવાનું કે હેર પટ્ટી નાખવાનું ન રાખો આમ કરવાથી જે તે વાળનો પાર્ટ વાકો વળી જશે અને સ્ટ્રેટ કરેલા વાળ ખરાબ થી જશે,જો તમારે હેરસ્ટાઈલ કરવી હોય તો જ આ વસ્તુઓને વાળમાં લગાવો
વાળને સીધા કર્યા બાદ વારંવાર તેમાં હાથ ફેરવવો જોઈએ નહી વાળને જે તે સ્થિતિમાં રહેવાદો નહી તો વાળ વળી શકે છે.