Homeગુજરાતી‘પુષ્પા’ એ ‘થલાઈવા’ને આપી ટક્કર - અલ્લુ અર્જુન ટ્વિટર પર રજનીકાંતને પછાડીને...

‘પુષ્પા’ એ ‘થલાઈવા’ને આપી ટક્કર – અલ્લુ અર્જુન ટ્વિટર પર રજનીકાંતને પછાડીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા સ્ટાર બન્યા

  • અલ્લુ અર્જુનની લોપ્રિયતા વધી
  • ફિલ્મ પુષ્પા બાદ સૌથી વધુ લોકો અલ્લુને કરી રહ્યા છે ફોલો
  • આ મામલે હવે રજનીકાંત પણ પાછળ
  • અલ્લુ અર્જુનના ટ્વિટર પર 6 મિલિયનને પાર ફોલોઅર્સ

 

મુંબઈઃ-  મે ઝુકેંગા નહી સાલા….સામી સામી હે સામી,……..છેલ્લા ઘણા સમયથી આ ડાયલોગ્યસ અને સોંગ અનેક લોકોના કાને સાંભળવા મળી રહ્યા છે, એ પછી યુ ટ્યૂબ વીડિયો હોય ,રીલ્સ હોય. કે પછી શોર્ટ વીડિયો હોય ,સાઉથના સુપર સ્ટાર્સ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની સફળતા કોઈથી છુપી નથી, આજે જ્યાં પણ જુઓ ત્યા ફિલ્મ રિલીઝના આટલા સમય બાદ પણ પુષ્પાના સોંગ્સ અને ડાયલોગ્સ ચાલી રહ્યા છે.જેને લઈને અલ્લુ અર્જુન સૌથી લોક પ્રિય સાઉથ સ્ટાર્સ બની ગયા છે.

ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ખૂબ જ લોકપ્રિય બની હતી. બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા બાદ આ ફિલ્મે સોશિયલ મીડિયા પર પણ ખળભળાટ મચાવી દીધો છે. અલ્લુ અર્જુનના પાત્રથી લઈને શ્રીવલ્લીના ગીતથી લઈને ઓ અંતાવા સુધી, ફિલ્મનો દરેક સીન હેડલાઈન્સ બનાવી રહ્યા છે.

પુષ્પા બાદ અભિનેતાએ હવે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને પણ પાછળ છોડી દીધા છે. અલ્લુ અર્જુન ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો સાઉથ સ્ટાર બની ગયો છે.

અલ્લુ અર્જુનના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા 6.5 મિલિયનને વટાવી ચૂકી છે. જોકે પુષ્પા સ્ટાર અલ્લુ કોઈને ફોલો કરતો નથી! બીજા નંબરે સુપરસ્ટાર રજનીકાંત છે. જેમના 6.1 મિલિયન ફોલોઅર્સ છે. આ પહેલા સાઉથના સ્ટાર્સમાં રજનીકાંત પ્રથમ નંબરે હતા ત્યારે હવે અલ્લુ અર્જુને બાજી મારી છે.

સંબંધિત લેખો

Most Popular