1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ બજરંગ દળે ગુજરાત કોંગ્રેસના કાર્યાલયને નવુ નામ ‘હજ હાઉસ’ આપ્યું
અમદાવાદઃ બજરંગ દળે ગુજરાત કોંગ્રેસના કાર્યાલયને નવુ નામ ‘હજ હાઉસ’ આપ્યું

અમદાવાદઃ બજરંગ દળે ગુજરાત કોંગ્રેસના કાર્યાલયને નવુ નામ ‘હજ હાઉસ’ આપ્યું

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન દેશની સંપત્તિ ઉપર સૌથી પહેલો હક લધુમતી સમાજનો હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનના પગલે વિવાદ ઉભો થયો છે. દરમિયાન વહેલી સવારે હિન્દુ સંગઠન બજરંગ દળના કાર્યક્રરોએ કાર્યાલય ઉપર હજ હાઉસ નામનું બોર્ડ લગાવ્યું હતું. તેમજ બહાર દોરવામાં આવેલા કોંગ્રેસના ચૂંટણી પ્રતિક ઉપર સફેદ રંગથી દૂર કર્યાં હતા. એટલું જ નહીં કોંગ્રેસ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલા કોંગ્રેસના નેતાઓના બેનર ઉપર શાહી લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તાજેતરમાં કહ્યું હતું કે, દેશની સંપત્તિ ઉપર સૌથી પ્રથમ હક્ક લધુમતીઓનો છે. જગદીશ ઠાકોરના નિવેદનના પગલે વિવાદ ઉભો થયો છે. તેમજ હિન્દુ સંગઠનોમાં નારાજગી ફેલાઈ છે. બજરંગ દળના કાર્યાકરો વહેલી સવારે પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ધસી ગયા હતા. જ્યાં નારાજ કાર્યાકરોએ પ્રદેશ કાર્યાલયનું નવુ નામ ‘હજ હાઉસ’ આપીને બોર્ડ લગાવ્યું હતું. એટલું જ નહીં કોંગ્રેસ કાર્યાલયની આસપાસની દિવાલો ઉપર દોરવામાં આવેલા ચૂંટણી પ્રતિક પંજા ઉપર સફેદ રંગ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.

બજરંગ દળના કાર્યાકરોએ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલા રાજકીય મહાનુભાવોના બનરો ઉપર શાહી લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા હતા. તેમજ તાત્કાલિક પ્રદેશ કાર્યાલય દોડી ગયા હતા. આ બનાવને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code