1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં બે વર્ષમાં હિટ એન્ડ રનના 373 બનાવો બન્યાં, 217ના મોત
અમદાવાદમાં બે વર્ષમાં હિટ એન્ડ રનના 373 બનાવો બન્યાં, 217ના મોત

અમદાવાદમાં બે વર્ષમાં હિટ એન્ડ રનના 373 બનાવો બન્યાં, 217ના મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. તેમજ હિટ એન્ડ રનના કેસ પણ વધ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં બે વર્ષમાં હિટ એન્ડ રનના 373 જેટલા બનાવો નોંધાયાં હતા. આ બનાવોમાં 217 લોકોના મોત થયાં હતા.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો આરંભ થયો છે. આજે પ્રશ્નોત્તરી કાળમાં અમદાવાદમાં હિટ એન્ડ રનના બનાવોને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનના 373 બનાવો બન્યાં હતા. આ બનાવોમાં 217 લોકોના મોત થયાં હતા. આ બનાવો અંગે પોલીસે ગુનનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ આરંભી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code