1. Home
  2. ગુજરાતી
  3. રાજધાની દિલ્હીની હવા બની વધુ પ્રદુષિતઃ એક્યૂઆઈ પહોંચ્યો 400ને પાર
રાજધાની દિલ્હીની હવા બની વધુ પ્રદુષિતઃ એક્યૂઆઈ પહોંચ્યો 400ને પાર

રાજધાની દિલ્હીની હવા બની વધુ પ્રદુષિતઃ એક્યૂઆઈ પહોંચ્યો 400ને પાર

0
Social Share
  • દિલ્હીમાં એક્યૂઆઈ 400ને પાર
  • હવામાં વધ્યું પ્રદુષણનું પ્રમાણ

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી પ્રદુષણ મામલે મોખરે હોય છે ત્યારે ફરીથી ઠંડી અને ધુમ્મસના કારણે દિલ્હીની હવા દિવાળી જેવી ઝેરી બનતી જોવા મળી રહી છે. શુક્રવાર સતત ચોથો દિવસ છે જ્યારે હવાની ગુણવત્તા સૂચકાંક 400 ની ઉપર ગંભીર શ્રેણીમાં રહ્યો હતો. દિવાળી પછી સતત ત્રણ દિવસ સુધી હવા ગંભીર શ્રેણીમાં રહી હતી. દિલ્હીના લોકોને નવેમ્બર અને ડિસેમ્બરમાં અત્યંત પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાની ફરજ પડી છે.

નવેમ્બર મહિનામાં ખાસ કરીને દિવાળી પછી લોકોને સૌથી વધુ પ્રદૂષિત હવાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, તે સમયે હવામાં ફટાકડા અને ફટાકડાના ધુમાડાનું પ્રમાણ ઘણું વધારે હતું. દિવાળીના બીજા દિવસે દિલ્હીની હવામાં સ્ટબલના ધુમાડાનો હિસ્સો 38 ટકા જેટલો હતો.

ત્યાર બાદ હવે ઠંડીના પ્રકોપના કારણે દિલ્હી વાસીઓએ પ્રદુષિત હવાનો સામનો કરવો પડી રહ્યો છે હવે, સ્ટબલ અને ફટાકડાની ગેરહાજરી હોવા છતાં, દિલ્હીના લોકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાી રહી છે.

દિલ્હીના લોકો હવે ઝેરીલી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર શુક્રવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 415 પોઈન્ટ પર ગંભીર શ્રેણીમાં રહ્યો હતો. દિલ્હીના મોટાભાગના વિસ્તારોનો ઇન્ડેક્સ 400થી ઉપર રહ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code