1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMCનો કોરોના રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂર્ણ
AMCનો કોરોના રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂર્ણ

AMCનો કોરોના રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂર્ણ

0
Social Share
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોના સામે લડાઈ
  • શહેરમાં 1 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા
  • કોરોનાથી સતર્ક રહેવું જરૂરી

અમદાવાદ :સમગ્ર દેશમાં રસીકરણનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે અને લોકોના રસીકરણની ગતિને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અમદાવાદમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂરો થયો છે. અમદાવાદ કોર્રપોરેશન દ્વારા રસીકરણનો આ લક્ષ્યાંક પૂર્ણ કરનાર સ્ટાફનું સન્માન કરવામાં આવ્યુ.

દેશમાં કોરોનાને લઈને લોકોમાં સતર્કતા જોવા મળી તે બાદ લોકોએ વેક્સિન પણ લેવાનું શરૂ કર્યું હતુ અને તેના કારણ સરકારના પ્રયાસ પણ સફળ રહ્યા હતા.

પ્રથમ અને બીજા ડોઝ સહિત એક કરોડ ડોઝ આપવામાં એએમસીને સફળતા મળી છે ત્યારે કોર્પોરેશન દ્વારા વેકસીન આપનાર સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અને મેયરે ગિફ્ટ આપીને આરોગ્ય વિભાગના કર્મચારીઓનું સન્માન કર્યું હતું. તેમજ 100 ટકા રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિડ -19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં, આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સને 2 ફેબ્રુઆરી 2021થી રસીકરણ માટે લાયક ગણવામાં આવ્યા. જેમાં કેન્દ્રીય અને રાજ્યના પોલીસકર્મીઓ, સશસ્ત્ર દળો, હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો, મ્યુનિસિપલ કામદારો, જેલ સ્ટાફ, PRI સ્ટાફ અને કન્ટેનમેન્ટ અને સર્વેલન્સ ઝોનમાં રોકાયેલા મહેસૂલ કર્મચારીઓ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ચૂંટણી સ્ટાફ સામેલ હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code