1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમૂલે દૂધના ભાવ પુનઃ વધારો કર્યો, કાલે મંગળવારથી પ્રતિ લિટર રૂ.2 વધુ ભાવ આપવો પડશે

અમૂલે દૂધના ભાવ પુનઃ વધારો કર્યો, કાલે મંગળવારથી પ્રતિ લિટર રૂ.2 વધુ ભાવ આપવો પડશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોંધવારી વધતી જાય છે. ત્યારે અમુલે દુધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા બેનો વધારો કર્યો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

કોરોના કાળમાં વેપાર-ધંધાની મંદીની કળ હજુ વળી નથી ત્યાં  પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવ વધારો સહન કરવો પડશે. 8 મહિનામાં જ અમૂલે ફરીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશનના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ.35થી રૂ.40નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા 5 ટકા વધુ છે.

ગુજરાતની પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ સૌથી મોટા દુધ ઉત્પાદક સંઘ અમુલ દ્વારા દુધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કાલથી અમુલની તમામ બ્રાંડના દુધ મોંઘા થઇ જશે. સમગ્ર દેશમાં GCMMF દ્વારા આ ભાવ વધારો અમલી બનાવવામાં આવશે. કાલથી અમુલની 500 ગ્રામથી થેલીમાં 1 રૂપિયાનો જ્યારે 1 લિટરની થેલીમાં 2 રૂપિયાનો વધારો થશે. આ પ્રકારે દેશના નાગરિકો પર કમરતોડ ભાવ વધારો ઝીંકાયો છે. અમુલ ગોલ્ડનાં 500 ગ્રામના  ભાવ 29 થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમુલ તાજાનો ભાવ પ્રતિ 500 ગ્રામના  24 રૂપિયા કરાયો છે. અમુલ શક્તિનાં ભાવમાં બે રૂપિયા વધારો થતાં નવો ભાવ પ્રતિ લીટર 54 રૂપિયા કરાયો છે. દુધના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં અમુલ દુધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું અમુલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ભાવ વધારો આવતી કાલથી અમલમાં આવશે. આ ઉપરાંત નવી પ્રીન્ટ પણ દુધના પાઉચ પર આવી જશે તેવું કંપની દ્વારા જણાવાયું હતું. જેથી પ્રિન્ટ પર હોય તેટલી જ કિંમત ચુકવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

અમૂલ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યા બાદ તમામ ડેરીઓ દ્વારા તબક્કાવાર ભાવ વધારો શરૂ કરી દેવાયો છે. સાબરડેરીએ લીટર દૂધમાં રૂ બે નો વધારો કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રાહકોને એક લીટર દુધે 2 રૂપિયા વધારે ચુકવવા પડશે. અમૂલ શક્તિ,ગોલ્ડ અને બફેલો દૂધની 500 ગ્રામની થેલીમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. 1લી માર્ચથી લીટર દૂધમાં રૂ 2 નો વધારો કરવામાં આવ્યો છે આ અંગે સાબરડેરી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code