1. Home
  2. ગુજરાતી
  3. રોહિત શર્મા નામે બીજો મોટો રેકોર્ડ, વર્ષમાં ODIમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો
રોહિત શર્મા નામે બીજો મોટો રેકોર્ડ, વર્ષમાં ODIમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો

રોહિત શર્મા નામે બીજો મોટો રેકોર્ડ, વર્ષમાં ODIમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો

0
Social Share

દિલ્હી- ક્રિકેટર રોહિત શર્મા બેસ્ટ બટિંગ માટે ક્રિકેટ જગતમાં જાણીતા છે ત્યારે હવે તેમના નામે બીજો મોટો રેકોર્ડ બન્યો છે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવનાર હિટમેન રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે રોહિત શર્મા એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે આ રેસમાં અનુભવી બેટ્સમેન એબી ડી વિલિયર્સને હરાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડી વિલિયર્સે 2015માં વનડે મેચમાં 58 છગ્ગા ફટકાર્યા હતા. આ રેકોર્ડ છેલ્લા 7 વર્ષથી તેના નામે હતો. હવે આ મામલે રોહિત શર્મા ટોપ પર આવી ગયો છે.

આજરોજ નેધરલેન્ડ સામે રમાઈ રહેલી વર્લ્ડ કપ મેચમાં રોહિત શર્માએ પોતાની ઇનિંગની પહેલી સિક્સર ફટકારતા જ તે ડી વિલિયર્સથી આગળ નીકળી ગયો હતો. રોહિત શર્માએ નેધરલેન્ડ સામે ભારતીય ઇનિંગ્સની સાતમી ઓવરમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

રોહિતે એક પગ પર બેસીને તેણે એકરમેનના ફુલ આઉટ ઓફ બોલને લોંગ ઓન તરફ લોબ કર્યો. બોલ સ્ટેડિયમના બીજા સ્તરમાં પડ્યો હતો. આ છગ્ગો 92 મીટર લાંબો હતો. વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર કેપ્ટન આ સિક્સર સાથે રોહિતે વધુ એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. સુકાની તરીકે, તે વિશ્વ કપમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી પણ બન્યો હતો. તેના પહેલા આ રેકોર્ડ ઈયોન મોર્ગનના નામે હતો.

ઉલ્લેખનીય છે કે  મોર્ગને વર્લ્ડ કપ 2019માં 22 સિક્સર ફટકારી હતી. રોહિત શર્મા સિક્સર કિંગ છે રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં જ સિક્સર ફટકારવાના મામલે સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલને હરાવ્યો હતો..

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code