1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ, 28 તાલુકામાં બે ઈંચથી ઓછો વરસાદ
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ, 28 તાલુકામાં બે ઈંચથી ઓછો વરસાદ

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ, 28 તાલુકામાં બે ઈંચથી ઓછો વરસાદ

0
Social Share

અમદાવાદ, 11 જુલાઈ, 2026 : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી આકાશમાં વાદળો ગોરંભાયા છે. છતાંયે મેઘરાજા વરસતા નથી, છેલ્લા બે દિવસમાં એકપણ જિલ્લા-તાલુકામાં વરસાદ નોંધાયો નથી. તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદર વરસાદ 8.81 ઇંચ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે. રિઝિયન વાઈઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% (21.06 ઇંચ) વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આજે શનિવારે બપોર સુધીમાં કપરાડા અને નાના પોઢામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરૂડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ કોરું રહ્યું છે. રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, પરંતુ સાત દિવસ સુધી ભારે વરસાદ કે વાવાઝોડાની કોઈ ચેતવળી નથી. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, હાલમાં ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર લો પ્રેશર એરિયા સક્રિય છે, જે આગામી 24 કલાકમાં નબળું પડવાની સંભાવના છે. ગુજરાત પર હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર (85,30,803 ક્ટર)ની સામે 21.74% જેટલું નોંધાયું છે. આ વાવેતરમાં કપાસ અને મગફળી મોખરે છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદર વરસાદ 223.88 મિમી નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે. રિઝિયન વાઈઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% (534.92 મિમી) અને સૌરાષ્ટ્રમાં 27.61% (210.44 મિમી) વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છ રિઝિયનમાં માત્ર 1.92% થયો છે.

  • નર્મદા ડેમમાં હાલમાં 219,842 mcft પાણીનો સંગ્રહ

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલમાં 219,842 mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 65.81% જેટલો થાય છે. ડેમમાં હાલ 11,841 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદા સિવાયના અન્ય ડેમોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 41.12% પાણી ઉપલબ્ધ છે. જેમાંથી 06 ડેમ સંપૂર્ણ (100%) ભરાઈ ચૂક્યા છે, જ્યારે 18 ડેમ 70%થી 100%ની વચ્ચે ભરાયા છે. મુખ્ય ડેમો પૈકી શેત્રુંજી ડેમ 100%, સુખી ડેમ 72.68% અને પાનમ ડેમ 55.97% ભરાયેલા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code