1. Home
  2. ગુજરાતી
  3. ‘દ્રશ્યમ 2’ પહેલા, બોલિવૂડની આ 5 જબરદસ્ત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો જુઓ, દરેકનો ક્લાઈમેક્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે!
‘દ્રશ્યમ 2’ પહેલા, બોલિવૂડની આ 5 જબરદસ્ત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો જુઓ, દરેકનો ક્લાઈમેક્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે!

‘દ્રશ્યમ 2’ પહેલા, બોલિવૂડની આ 5 જબરદસ્ત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો જુઓ, દરેકનો ક્લાઈમેક્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે!

0
Social Share

મુંબઈ: સસ્પેન્સ થ્રિલર ફિલ્મો ભારતીય દર્શકોની હંમેશા પ્રિય રહી છે. તાજેતરમાં અજય દેવગનની દૃશ્યમ-2 આવી છે. આ ફિલ્મ અગાઉની ફિલ્મ દૃશ્યમ નો બીજો ભાગ છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં બોલીવુડમાં આવી સસ્પેન્સ ફિલ્મો જોનારા લોકોનો એક અલગ વર્ગ ઉભો થયો છે.

અજય દેવગનની આ નવી ફિલ્મ દૃશ્યમ-2 ને લઈને પણ ઘણી ચર્ચા અને જિજ્ઞાસા થઈ રહી છે, ફિલ્મના પહેલા ભાગની જેમ આ ફિલ્મ પણ સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર હોવાનું કહેવાય છે. પણ આ ફિલ્મ સિવાય બોલીવુડની આવી અન્ય ફિલ્મો વિષે તમે જાણો છો? ચાલો આવી પાંચ ફિલ્મોની યાદી જોઈએ.

કહાની: સુજોય ઘોષ દ્વારા દિગ્દર્શિત આ થ્રિલર ફિલ્મે દર્શકોની ઘણી પ્રશંસા મેળવી હતી. વિદ્યા બાગચી એટલે કે વિદ્યા બાલન તેના પતિની હત્યાનો બદલો લેવા માટે કેવા કેવા ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે અને વાર્તા અંતમાં કેવો જબરદસ્ત વળાંક લે છે તે જોવા જેવું છે. જબરદસ્ત સસ્પેન્સથી ભરેલી આ ફિલ્મ વિદ્યા બાલનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.

અંધાધૂન :અંધાધૂન ફિલ્મનું શૂટિંગ માત્ર 44 દિવસમાં થયું હતું. આયુષ્માન ખુરાનાએ ફિલ્મમાં અદભૂત અભિનય કર્યો છે, ફિલ્મના કેટલાક ભાગોમાં આયુષ્માન આંખે પાટા બાંધીને કામ કરે છે. આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ વખાણ પણ મળ્યા અને ઘણા એવોર્ડ પણ જીત્યા. જો તમારે આ ફિલ્મ જોવી હોય તો તમે Netflix પર જોવા મળશે.

બદલા: તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ બદલા સ્પેનિશ ફિલ્મ ‘ધ ઇનવિઝિબલ ગેસ્ટ’થી પ્રેરિત હતી. ફિલ્મની વાર્તા નૈના સેઠીની આસપાસ ફરે છે, જે લંડનમાં સફળ બિઝનેસવુમન છે. અચાનક તેની પર તેના પ્રેમી અર્જુનની હત્યા કરવાનો આરોપ આવે છે, જેના પછી ફિલ્મમાં ઘણાં વળાંક આવે છે જે સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

કોણ?: ઉર્મિલા માતોંડકર, મનોજ બાજપેયી અને સુશાંત સિંહની આ ફિલ્મ તમને અંત સુધી જકડી રાખે છે.એક  જ ઘરમાં આ  ફિલ્મનું પૂરું શૂટિંગ થયું છે. છતાં તમે આ જ ઘરના અલગ અલગ દ્રશ્યમાં કંઈક નવું થતું અનુભવશો, ક્યારેક તમે ડરી જશો તો ક્યારેક તમે વિચારતા થઇ જશો. જબરદસ્ત સસ્પેન્સથી ભરેલી આ ફિલ્મમાં ઉર્મિલા અને મનોજની એક્ટિંગ પણ શાનદાર છે.

તલાશ: એક પોલીસ અધિકારી સૃજન શેખાવત એટલે કે આમિર ખાન એક ફિલ્મસ્ટારના કાર અકસ્માતમાં મૃત્યુની તપાસમાં લાગેલા છે. આ ફિલ્મમાં રાની મુખર્જી અને કરીના કપૂર પણ છે. તેનો ક્લાઈમેક્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે, આ ફિલ્મ પણ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

(ફોટો: ફાઈલ)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code