1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળામાં લંચ માટે બેસ્ટ: ટ્રાય કરો કર્ણાટકની સ્પેશિયલ કાકડીની ઈડલી, જાણો રેસીપી
ઉનાળામાં લંચ માટે બેસ્ટ: ટ્રાય કરો કર્ણાટકની સ્પેશિયલ કાકડીની ઈડલી, જાણો રેસીપી

ઉનાળામાં લંચ માટે બેસ્ટ: ટ્રાય કરો કર્ણાટકની સ્પેશિયલ કાકડીની ઈડલી, જાણો રેસીપી

0
Social Share

ભારતીય રસોડામાં એક જ વાનગીને પ્રદેશ મુજબ અલગ-અલગ રીતે બનાવવાની પરંપરા છે. દક્ષિણ ભારતમાં ઈડલી માત્ર ચોખા કે રવાની જ નહીં, પણ શાકભાજીના ઉપયોગથી પણ બનાવવામાં આવે છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત લોકપ્રિય એવી ‘સૌથકયી કડુબુ’ એટલે કે કાકડીની ઈડલી ઉનાળા માટે એક ઉત્તમ વાનગી છે. આ વાનગી પચવામાં હલકી, પૌષ્ટિક અને શરીરને ઠંડક આપનારી છે. આ એક પરંપરાગત વાનગી છે જેમાં ખમણેલી કાકડી અને ઈડલી રવાનો ઉપયોગ થાય છે. આ રેસીપીમાં ઈડલીને સોફ્ટ બનાવવા માટે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રોબાયોટિક હોવાથી પેટ માટે પણ ફાયદાકારક છે. પરંપરાગત રીતે તેને કેળાના પાનમાં લપેટીને બાફવામાં આવે છે, જે તેને એક અલગ જ સોડમ આપે છે.

  • સામગ્રી

કાકડી: 2 કપ (ઝીણી કરેલી)
ઈડલી રવો: દોઢ કપ
તાજું નારિયેળ: અડધો કપ (ઝીણું સમારેલું)
ચણાની દાળ: 2 મોટી ચમચી (પલાળેલી)
લીલા મરચાં: 2-3 નંગ
દહીં: 5-6 મોટી ચમચી (જરૂર મુજબ)
કોથમી: એક મુઠ્ઠી (ઝીણા સમારેલા)
મીઠું: સ્વાદ મુજબ

  • બનાવવાની રીત

સૌથી પહેલા કાકડીને ધોઈને તેની છાલ ઉતાર્યા વગર જ ઝીણી ઝીણી કરી કરી નાખો. (છાલમાં પોષક તત્વો હોય છે). એક મોટા વાસણમાં ખમણેલી કાકડી અને ઈડલી રવો મિક્સ કરો. મિક્સર જારમાં નારિયેળ અને લીલા મરચાં નાખી અધકચરું પીસી લો. આ મિશ્રણને કાકડી-રવા સાથે ઉમેરો. હવે તેમાં પલાળેલી ચણાની દાળ, લીલા ધાણા, મીઠું અને છેલ્લે દહીં ઉમેરી બરાબર હલાવો. ખીરું થોડું ઘટ્ટ રાખવું. આ મિશ્રણને ઈડલીના સ્ટેન્ડમાં અથવા જો ઉપલબ્ધ હોય તો કેળાના પાનમાં લપેટીને 15-20 મિનિટ માટે સ્ટીમ કરો. હવે તૈયાર છે ગરમાગરમ કાકડીની ઈડલી! તેને દેશી ઘી અને ખાસ ચટણી સાથે સર્વ કરો.

  • સાથે બનાવો સ્પેશિયલ ટામેટા-નારિયેળની ચટણી

કાકડીની ઈડલીનો અસલી સ્વાદ આ ચટણી સાથે જ આવે છે. એક કડાઈમાં 1-2 ચમચી તેલ ગરમ કરી તેમાં ચણાની દાળ, અડદની દાળ, સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો સાંતળો. ત્યારબાદ અડધો કપ નારિયેળનું ખમણ, ૨ સમારેલા ટામેટાં, થોડી આંબલી અને મીઠું ઉમેરી નરમ થાય ત્યાં સુધી ચઢાવો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લો અને ઉપરથી રાઈ, હિંગ તથા લીમડાનો વઘાર કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code