1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

2 અરબ ડોલરના ખર્ચે ભારતમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટરએ જાણકારી આપી છે કે બહુ જલ્દી મલ્ટી-બિલિયન ડોલર એટલે અરબો રૂપિયાના ખર્ચે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ લાગવાના છે. એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં અરબો રૂપિયાનો ખર્ચ કરીને બે પૂર્ણ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં અનેક ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ ઉપરાંત […]

પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું: જળસંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ

અમદાવાદઃ કાકરાપાર યોજના થકી સુરત જિલ્લામાં પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું છે. આ યોજનાની મદદથી વધુને વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી નહેરોના નહેર સુધારણાના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. છેલ્લાં 2 વર્ષમાં નહેર સુધારણાના કુલ રૂ. 5243.01 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે. નહેર સુધારણાના મંજૂર થયેલા તમામ કામો જૂન […]

મોરબી જિલ્લામાં બે વર્ષમાં નવા 12 ચેક ડેમોનું નિર્માણ કરાશે : રાજ્ય મંત્રી મુકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા 12 ચેકડેમનું નિર્માણ કરાશે. વિધાનસભા ખાતે મોરબી જિલ્લાના નવા ચેકડેમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં જળ સંચય થાય […]

ચંપારણ જિલ્લાના ઢાકામાં ગેસ સિલિન્ડર લીક થતા લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

બિહારના ચંપારણ જિલ્લાના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત સિંચાઈ વિભાગના નિરીક્ષણ બિલ્ડિંગની નજીક ગેસ સિલિન્ડર લીક થતાં 2 મકાનોમાં આગ લાગી હતી, જેના કારણે લાખોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાકા-ઘોડા સહન રોડ પર […]

અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ, 25 લોકોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંત નુરિસ્તાનમાં ગઈકાલે હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. ઓછામાં ઓછા 25 લોકોએ જીવ ગુમાવ્યા અને આઠ અન્ય ઘાયલ થયા. નુરિસ્તાનમાં ટાતિન ખીણના નાકેરે ગામમાં રાતોરાત હિમપ્રપાતથી ઘરો બરફ અને કાટમાળના થર નીચે દટાઈ ગયા. માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય વડા જમીઉલ્લાહ હાશિમીએ જણાવ્યું હતું કે હજુ પણ બરફ પડી રહ્યો છે. […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ રફામાં હુમલામાં 70થી વધારેના મોત

નવી દિલ્હીઃ ગાઝાના રફામાં ઈઝરાયેલના હુમલાથી 70થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની હુમલો ન કરવાની સલાહ બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ સેનાને હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હુમલા બાદ હમાસે પણ વર્ષો પહેલા થયેલા શાંતિ કરારનો પૂર્ણ કરી સૈન્ય દખલની ચેતવણી આપી છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ હુમલા […]

ઓડિશાઃ ગુપ્તેશ્વર જંગલ જૈવવિવિધતા ધરાવતા હેરિટેજ સાઈટ તરીકે જાહેર

નવી દિલ્હીઃ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જેપોર ગુપ્તેશ્વર શિવ મંદિરની નજીક સ્થિત ગુપ્તેશ્વર જંગલને ઓરિસ્સાના ચોથા જૈવ-વિવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ જંગલ વિસ્તાર 350 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સ્થળ વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાય દ્વારા પરંપરાગત રીતે આદરણીય પવિત્ર વૃક્ષોનો સમાવેશ થાય છે. ઓડિશા […]

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. […]

વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ અપાશે

અમદાવાદઃ વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આ નિર્ણયથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના ખેડૂતોને લાભ મળશે. ખેતરમાં બનાવેલ હોજ, સંપ, ટાંકા, ખેત-તલાવડીમાંથી પાણી ઉદ્દવહન કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું […]

હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કેસમાં માલિક અને તેના ભાઈની ધરપકડ

ભોપાલઃ મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. 48 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પોલીસે ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલ અને તેના ભાઈ સોમેશ અગ્રવાલની ધરપકડ કરી છે. હરદા નજીક મગરધા રોડ પર બૈરાગઢ ગામ પાસે આ ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code