1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કોક, પેપ્સી, બિસલેરી કંપનીઓ પર 72 કરોડ રુપિયોનો દંડ ફટકાર્યો 
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કોક, પેપ્સી, બિસલેરી કંપનીઓ પર 72 કરોડ રુપિયોનો દંડ ફટકાર્યો 

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કોક, પેપ્સી, બિસલેરી કંપનીઓ પર 72 કરોડ રુપિયોનો દંડ ફટકાર્યો 

0
Social Share
  • કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કંપનીને 72 કરોડનો દંડ ફટકાર્યો
  • પ્લાસ્ટિકના કચરાના નિકાલ- સંગ્રહની જાણ સરકારી સંસ્થાનને ન કરવા માટે લીઘુ પગલું

દિલ્હીઃ-કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કોક, પેપ્સીકો અને બિસ્લેરી પર  પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને સંગ્રહની જાણકારી સરકારી સંસ્થાને ન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. આ કંપનીઓને લગભગ સરકારે 72 કરોડનો દંડ ફટકાર્યો છે. સીપીસીબીએ બિસ્લેરી પર 10.75 કરોડ, પેપ્સીકો ભારત પર રૂ. 8.7 કરોડ અને કોકાકોલા બેવરેજિસ પર 50.66 કરોડનો દંડ ફટકાર્યો છે.

પતંજલિ પર એક કરોડનો દંડ ફટકારાયો

કોક, પેપ્સીકો અને બિસ્લેરી ઉપરાંત બાબા રામદેવની કંપની પતંજલિને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. પતંજલિને 1 કરોડના દંડનો સામનો કરવો પડશે. તે સાથે જ બીજી કંપની પર 85.9 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

15 દિવસની અંદર ભરવી પડશે દંડની રકમ

ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક અને કચરાના માલે  એક્સટેન્ડેડ પ્રોડ્યૂસર રિસ્પોસ્બિલિટિ એપ પૌલિસી એક નીતિપૂર્ણ  પગલું છે, જેના આઘારે પ્લાસ્ટિક નિર્માણ કરનારી કંપનીઓને ઉત્પાદનના ડિસ્પોઝેબલની જવાદારી પોતે લેવાની હોય છે,આ મામલે સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ એ કહ્યું કે, 15 દિવસમાં દંડની રકમ ભરવાની રહેશે.

પ્લાસ્ટિકના કચરાના જથ્થા વિશે વાત કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2020 સુધી, બિસ્લેરીનો પ્લાસ્ટિક કચરો આશરે 21 હજાર 500 ટન જેટલો રહ્યો છે. તેથી, કંપનીને પ્રતિ ટન 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પેપ્સીકો અને કોકાકોલા કચરો અનુક્રમે 11,194 અને 4,417 ટન હતો.

આ સમગ્ર મામલે કોકના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ‘કંપની નિયમનકારી માળખા અને કાયદા હેઠળ  સંપૂર્ણ પાલન સાથે તેની કામગીરી ચલાવે છે. કંપની આ હુકમની સમીક્ષા કરી રહી છે અને અમે સંબંધિત ઓથોરિટી સાથે મામલો હલ કરવાનો પણ પ્રયત્નો કરીશું.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code