1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શોર્ટ ફિલ્મ બિટ્ટુને ઓસ્કારમાં મળી એન્ટ્રી, જલ્લીકટ્ટુ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાંથી બહાર
શોર્ટ ફિલ્મ બિટ્ટુને ઓસ્કારમાં મળી એન્ટ્રી, જલ્લીકટ્ટુ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાંથી બહાર

શોર્ટ ફિલ્મ બિટ્ટુને ઓસ્કારમાં મળી એન્ટ્રી, જલ્લીકટ્ટુ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાંથી બહાર

0
Social Share
  • ભારત માટે ગર્વની બાબત
  • કરિશ્મા દેવ દૂબેના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બિટ્ટૂની ઓસ્કરમાં એન્ટ્રી
  • જલ્લીકટ્ટુ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની શ્રેણીમાંથી બહાર

મુંબઇ: ભારત માટે ગર્વની બાબત છે. કરિશ્મા દેવ દૂબેના ડાયરેક્શનમાં બનેલી શોર્ટ ફિલ્મ બિટ્ટૂને ઓસ્કારમાં એન્ટ્રી મળી ચૂકી છે. લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં તેની પસંદગી કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મનો મુકાબલો 9 ફિલ્મો સાથે થવાનો છે. આ ફિલ્મ વિશ્વભરના 18 ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી ચૂકી છે.

આ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ છે. ફિલ્મોમાં બે શાળાએ જતા બાળકોની મિત્રતા દેખાડવામાં આવી છે. વર્ષ 2019માં ઝોયા અખ્તરની ગલી બોયને 2020 માટે થયેલા 92માં એકેડમી એવોર્ડ્ઝ માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી હતી.

બીજી તરફ મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ 92માં અકાદમી પુરસ્કાર-2021ની રેસમાંથી બહાર થઇ ગઇ છે. ફિલ્મને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. 93 દેશોની ફિલ્મો આ યાદીમાં સામેલ હતી. જે ઓસ્કરના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધારે છે.

નોંધનીય છે કે ઓસ્કરમાં જતા પહેલા આ ફિલ્મ અનેક ભારતીય અને વિદેશ એવોર્ડ જીતી ચૂકી છે. એકેડમીએ એવોર્ડની રેસમાં શોર્ટલીસ્ટ થયેલી ફિલ્મોની યાદી રજૂ કરી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code