Homeગુજરાતીદેશ-વિદેશકોકરોચ જનતા પાર્ટી ફરીથી સરકાર સામે રસ્તા ઉપર ઉતરશે, દિલ્હીમાં કુચનું આયોજન

કોકરોચ જનતા પાર્ટી ફરીથી સરકાર સામે રસ્તા ઉપર ઉતરશે, દિલ્હીમાં કુચનું આયોજન

નવી દિલ્હી, 24 ઓગસ્ટ 2026: કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આગામી 5 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હી ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કુચ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ માર્ચ ઈન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય સુધી જશે. CJPનો આરોપ છે કે, ગત 25 જુલાઈએ યુવાનોને આપવામાં આવેલા આશ્વાસનો બાદ દેશભરમાં ચાલી રહેલું યુવા આંદોલન ભરોસાના આધારે પાછું ખેંચવામાં આવ્યું હતું, પરંતુ એક મહિનો વીતી જવા છતાં સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી જોવા મળી નથી. સંગઠનનું માનવું છે કે, આ જ કારણસર યુવાનોને ફરી એકવાર લોકશાહી માર્ગે રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે.

CJPની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ૨૫ જુલાઈના રોજ કરવામાં આવેલા કથિત વાદાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સંગઠનનો દાવો છે કે કેન્દ્ર સરકાર તથા ભાજપ અને રાજગ (NDA) શાસિત રાજ્યોએ યુવાનોને જે ભરોસો આપ્યો હતો, તેને પૂર્ણ કરવાની દિશામાં પૂરતા પગલાં ભરવામાં આવ્યા નથી. CJPએ આરોપ લગાવ્યો છે કે, સરકાર કાર્યવાહીમાં વિલંબ કરી રહી છે અને ટેક્નિકલ કારણો આગળ ધરીને સ્પષ્ટ જવાબ આપવાથી બચી રહી છે. સંગઠનના મતે, યુવાનોએ સરકારના આશ્વાસનો પર વિશ્વાસ મૂકીને જ પોતાનું દેશવ્યાપી આંદોલન સમેટ્યું હતું.

CJPના જણાવ્યા અનુસાર, આ માર્ચની આગેવાની નીટ સાથે જોડાયેલા મૃત વિદ્યાર્થીઓના પરિવારજનો અને કથિત પોલીસ અત્યાચારના પીડિત પરિવારો કરશે. તેમની સાથે વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને દેશભરના યુવા નાગરિકોને પણ મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રદર્શનનો હેતુ કોઈ હિંસક ટકરાવનો નથી, પરંતુ સરકાર પાસે પોતાના વાદાઓ પૂરા કરાવવાની માંગ કરવાનો છે.

  • સરકાર પર ગંભીર આરોપો

સંગઠને જણાવ્યું છે કે, યુવાનોના ભરોસાને ક્યારેય તેમની નબળાઈ સમજવી ન જોઈએ. એક સમગ્ર પેઢીએ સરકારની વાત પર ભરોસો રાખીને આંદોલન પાછું ખેંચ્યું હતું અને હવે તેઓ પોતાના વચનો પૂરા કરવાની માંગ કરી રહ્યા છે. CJPએ સરકાર પર વાયદાઓથી પીછેહઠ કરવાનો આરોપ મૂક્યો છે. CJPએ ખાતરી આપી છે કે 5 સપ્ટેમ્બરની આ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકશાહીઢબે યોજાશે. પરિવારો અને યુવાનોની ઉપસ્થિતિ આ આંદોલનને તેમની માંગણીઓ પ્રત્યે વધુ ગંભીર બનાવશે. જે પરિવારોએ પોતાના સંતાનો ગુમાવ્યા છે તેઓ આ માર્ચની આગલી હરોળમાં રહેશે અને પોલીસ કાર્યવાહીના પીડિતો તેમની સાથે ચાલશે. સંગઠને યુવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular