1. Home
  2. ગુજરાતી
  3. રાજધાનીમાં વાજગીજ સાથે વરસાદ બાદ ઠંડીનો ચમકારો – યલો એલર્ટ જારી
રાજધાનીમાં વાજગીજ સાથે વરસાદ બાદ ઠંડીનો ચમકારો – યલો એલર્ટ જારી

રાજધાનીમાં વાજગીજ સાથે વરસાદ બાદ ઠંડીનો ચમકારો – યલો એલર્ટ જારી

0
Social Share
  • દિલ્હીમાં વરસાદની માહોલ
  • વાતાવરણમાં ફરી ઠંડીનો ચમકારો
  • વાજગીજ સાથે વરસ્યો વરસાદ

 

દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં અવાર નવાર પલટો જોવા મળી રહ્યો છે ત્યારે  આજથી ફરી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન બદલાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિને કારણે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.

આગાહી પ્રમાણે દિલ્હીમાં ઠંડા પવનો અને વાજગીજ  સાથે પડેલા વરસાદથી ફરી એકવાર કંપારીનો માહોલ સર્જાયો છે.હાલ પણ વચ્ચે-વચ્ચે ઘીમી ગતિએ વરસાદ ચાલુ છે. આ સંદર્ભે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરીને સતર્ક રહેવાની સલાહ આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બુધવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 23.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ત્રણ વધુ હતું. સવારે ધુમ્મસના કારણે સફદરજંગમાં વિઝિબિલિટી ઓથી થઈ હતી. આ સાથે જ હવામાં ભેજનું પ્રમાણ 36 થી 95 ટકા હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે અને મધ્યમ વરસાદ નોંધાશે. વરસાદને કારણે મહત્તમ તાપમાન ઘટીને 19 અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code