
(મિતેષ સોલંકી)
- COVIRAP એક આરોગ્ય સંબંધિત ઉત્પાદન છે જે IIT, ખડગપુર દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે અને હવે વ્યાપારી ધોરણે થોડા સમયમાં બજારમાં પણ મળશે.
- આ મશીન માત્ર COVID-19નું પરીક્ષણ કરવામાં માટે જ નહીં પરંતુ બીજા વાહક આધારિત રોગ જેવા કે ઇન્ફલુએંઝા, મેલરિયા, ટીબી, જાપાનીઝ એનસીફેલાઇટીસ વગરેનું પણ પરીક્ષણ કરી શકે છે.
- COVIRAP દ્વારા પરીક્ષણ ખૂબ જ વ્યાજબી ભાવે રૂ. 500માં થઈ શકે છે.
- બીજું કે COVIRAP ટેક્નોલૉજીના કારણે RT-PCR જેવા યંત્રો ઉપરની આધારીતતામાં ઘટાડો થશે.
- COVIRAP બીજા પરીક્ષણ પદ્ધતિઓ કરતાં ખૂબ ઝડપી છે અને માત્ર એક કલાકમાં જ પરિણામ આપી દે છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં COVID-19નું પરીક્ષણનું પ્રમાણ વધશે.
- COVIRAP મશીન વિકસાવવામાં માત્ર રૂ. 10000નો જ ખર્ચ થાય છે.
- એકવાર ICMR (Indian Council of Medical Research) COVIRAPને મંજૂરી આપી દેશે પછી તે બજારમાં મળતું થઈ જશે.