Homeગુજરાતીદિલ્હીના આપના મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં - 14 દિવસની જ્યુડિશિયલ...

દિલ્હીના આપના મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં – 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

  •  14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા આપના મંત્રી 
  •  મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં 

દિલ્હીઃ- દિલ્હીના આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રી મનીષ સિસોદીયા પર મુસીબતનો પહાડ તૂટ્યો છે તેમણે મંત્રી પદમાંથી રાજીનામુ આપી દીઘુ છે જો કે હવે મંત્રી નથી રહ્યા સાથે જ તેઓ આવનારો તહેવાર હોળી પણ જેલમાં મનાવવા જઈ રહ્યા છે.

જાણકારી પ્રમાણે હવે મનીષ સિસોદિયાની હોળી  તિહાર જેલમાં મનાવવામાં આવશે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યા છે, સિસોદિયાને 2 દિવસના રિમાન્ડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે્.
સંબંધિત લેખો

Most Popular