Homeગુજરાતીદેશ-વિદેશબોમ્બ અને શંકાસ્પદ હથિયારો ઉપાડવા માટે દિલ્હી પોલીસ રોબોટની મદદ લેશેઃ ડેમોન્સ્ટ્રેશન...

બોમ્બ અને શંકાસ્પદ હથિયારો ઉપાડવા માટે દિલ્હી પોલીસ રોબોટની મદદ લેશેઃ ડેમોન્સ્ટ્રેશન કરાયું

 

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર 2026: રાજધાની દિલ્હીમાં શંકાસ્પદ વિસ્ફોટક કે બોમ્બ જેવી ખતરનાક વસ્તુઓ મળી આવવાની સ્થિતિમાં પોલીસ જવાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. દિલ્હી પોલીસ હેડક્વાર્ટર ખાતે રિમોટથી સંચાલિત ‘રિમોટ ઓપરેટેડ વ્હીકલ’ નામના રોબોટનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ રોબોટિક ટેકનોલોજીના ડેમોનું નિરીક્ષણ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રવીણ કુમાર ત્રિપાઠી અને તેમની ટીમે કર્યું હતું.

વિદેશી અને સ્થાનિક સ્તરની વિવિધ કંપનીઓએ પોતાના રોબોટિક પ્રોટોટાઇપ અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસ ટીમે રોબોટની કામગીરી, તેની વજન ઊંચકવાની ક્ષમતા અને કટોકટીના સમયે તેનો ઉપયોગ કરવાની શક્યતાઓનું બારીકાઈથી પરીક્ષણ કર્યું હતું. આ રોબોટિક વ્હીકલની મુખ્ય ખાસિયત એ છે કે તે 8 કિલોથી લઈને 50 કિલો સુધીની શંકાસ્પદ વસ્તુઓ કે બોમ્બને સરળતાથી ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત રીતે લઈ જઈ શકે છે.

વિસ્ફોટક મળવાની સ્થિતિમાં માનવ હસ્તક્ષેપ વિના રોબોટને ઘટનાસ્થળે મોકલીને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાશે. આ આધુનિક ટેકનોલોજી અપનાવવાનો સૌથી મોટો હેતુ સંવેદનશીલ અને જોખમી કામગીરી દરમિયાન પોલીસ જવાનોના જીવનું રક્ષણ કરવાનો છે. વાસ્તવિક બોમ્બ ડિસ્પોઝલ અને સર્ચ ઓપરેશન દરમિયાન માનવ સંસાધનથી દુર રહીને રોબોટ દ્વારા શંકાસ્પદ વસ્તુને ટ્રેક કરીને તેને નિર્જન કે સુરક્ષિત સ્થળે ડિસ્પોઝ કરી શકાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular