Homeગુજરાતીઓટો100 ટકા ઈથેનોલ પર ચાલતી કાર ઓક્ટોબરમાં થશે લોન્ચઃ નીતિન ગડકરી

100 ટકા ઈથેનોલ પર ચાલતી કાર ઓક્ટોબરમાં થશે લોન્ચઃ નીતિન ગડકરી

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર 2026: દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઈથેનોલ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના ઉપયોગ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના 19 દેશોમાં હાલ ઈથેનોલનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. ટોયોટા કંપનીની આ નવી કાર સંપૂર્ણપણે (100%) ઈથેનોલ પર ચાલશે. ઈથેનોલની સસ્તા દરની સરખામણીએ આ વાહન ચલાવવાનો ઈંધણ ખર્ચ સામાન્ય પેટ્રોલની સરખામણીએ પ્રતિ લીટર આશરે રૂ. 25 જેટલો જ આવશે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2023માં ‘ટોયોટા કિર્લોસ્કર મોટર’ દ્વારા દિલ્હીમાં ઈનોવા હાઈક્રોસ પર આધારિત ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોટોટાઇપ રજૂ કરવામાં આવ્યો હતો. આ વાહનમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે ‘સ્ટ્રોંગ હાઇબ્રિડ’ ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેન આપવામાં આવી છે, જે ઈ20થી વધુ ઈથેનોલ મિશ્રણ પર પણ સરળતાથી ચાલી શકે છે. કંપનીના ટેસ્ટિંગ રિપોર્ટ અનુસાર, આ હાઇબ્રિડ સિસ્ટમને કારણે વાહન લગભગ 60 ટકા સમય માટે એન્જિન બંધ રાખીને અને 40 ટકા જેટલું અંતર ઈલેક્ટ્રિક મોડ પર કાપી શકે છે.

નીતિન ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે ઈથેનોલના વધતા વપરાશથી દેશના કૃષિ ક્ષેત્રને મોટો આર્થિક ટેકો મળી રહ્યો છે. મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના સરકારના નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને આશરે રૂ. 45,000 કરોડનો સીધો આર્થિક ફાયદો થયો છે. ઘરેલું ઈથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપીને પરંપરાગત ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવી એ સરકારની પ્રાથમિકતા છે.

  • 12 વર્ષમાં ઈથેનોલ ઉત્પાદન ક્ષમતામાં પાંચગણો વધારો

પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા એક દાયકામાં સરકારે ઈથેનોલ ઉત્પાદન માટે શેરડી, નુકસાન પામેલા અનાજ, મકાઈ અને વધારાના ચોખા જેવા કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ વધાર્યો છે. જેના પરિણામે દેશમાં ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા વર્ષ 2014માં માત્ર 421 કરોડ લીટર હતી, જે વધીને 2026માં આશરે 2,000 કરોડ લીટર સુધી પહોંચી ગઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular