1. Home
  2. ગુજરાતી
  3. શું ખરેખર એક્ટ્રેસ મલાઈકાએ અર્જુન સાથે કરી લીધી સગાઈ ?  રીંગ વાળો ફોટ થઈ રહ્યો છે વાયરલ,જાણો શું છે હકીકત
શું ખરેખર એક્ટ્રેસ મલાઈકાએ અર્જુન સાથે કરી લીધી સગાઈ ?  રીંગ વાળો ફોટ થઈ રહ્યો છે વાયરલ,જાણો શું છે હકીકત

શું ખરેખર એક્ટ્રેસ મલાઈકાએ અર્જુન સાથે કરી લીધી સગાઈ ?  રીંગ વાળો ફોટ થઈ રહ્યો છે વાયરલ,જાણો શું છે હકીકત

0
Social Share
  • મલાઈકા અરોરાનો ફોટો વાયરલ
  • આંગળીમાં રીંગ પહેરી છે ફોટોમાં
  • યૂઝર્સ સગાઈનું અનુમાન લગાવી રહ્યા છે
  • જો કે આ એક બ્રાન્ડનું પ્રમોશન હતું

મુંબઈ – બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહતી હોય છે. મલાઇકા તેના ફિલ્મી સફર કરતા વધુ અર્જુન કપૂર સાથેના સંબંધોને કારણે  સુર્ખીઓમાં છવાયેલી રહે છે, ત્યારે હવે તાજેતરમાં જ મલાઇકાએ પોતાની ડાયમંડની વીંટી ફ્લોન્ટ કરતો એક સુંદર ફોટો શેર કર્યો છે.મલાઈકાની આ પોસ્ટથી લોકો તેને સગાઈ કરી હોય તે રીતે અર્જુન કપૂરના નામની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ ફોટોમાં તે હીરાની વીંટી પહેરેલી જોવા મળી રહી છે. એક ફોટોમાં મલાઈકાનો ચહેરો પણ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, તેના હાથમાં ફક્ત હીરાની વીંટી પહેરી હતી ,પીચ કલરના ડ્રેસમાં તે રોયલ લૂકમાં કેદ થઈ હતી, ત્યારે આ વીંટીને લઈને તેના ચાહકોએ અનેક કોમેન્ટ્સ કરી છે.

આ ફોટો જોયા પછી દરેક લોકો અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે તેઓએ અર્જુન કપૂર સાથે સગાઈ કરી લીધી છે. જો કે, આવું નથી અને મલાઇકા અરોરાએ આ ફોટા ફક્ત બ્રાન્ડના પ્રમોશન માટે શેર કર્યા છે.

તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર  આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ છે. આ પોસ્ટ પર, મલાઈકાના ચાહકો દ્વારા અનેક પ્રકારના રિએક્શન મળી રહ્યા છે. કેટલાક મલાઇકાની સુંદરતા તરફ નજર કરી રહ્યા છે તો કેટલાક રિંગને લાજવાબ કહી રહ્યા છે. તે જ સમયે, કેટલાક યૂઝર્સ અર્જુનનું નામ લેતા જોવા મળ્યા, જ્યારે ઘણા લોકોએ તેમને સગાઈ થઈ હોવાની બાબતે અભિનંદન આપવાનું શરૂ કર્યું.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code