Homeગુજરાતીજો તમારા વાળમાં વધુ ગૂંચ થાય છે તો રોજ રાતે કરો આટલું...

જો તમારા વાળમાં વધુ ગૂંચ થાય છે તો રોજ રાતે કરો આટલું કામ, વાળમાં નહી થાય ગૂંચ

  • વાળમાં રાતે ઓઈલ કરીને સુવાની આદત રાખો
  • રોજ રાતે વાળમાં બદામના ઓઈલથી માલિશ કરો
  • શેમ્પૂ કર્યા બાદ વાળમાં કન્ડિશનર કરો

જ્યારે આપણે સવારમાં નાહીને વાળામાંથી ગૂંચ કાઢીએ છીએ ત્યારે વાળ ખૂબ તૂટતા હોય છે તેનું કારણ છે ગૂંચ, ગૂંચ થવાના કારણે વાળ સરળતાથી ઓરવી શકાતા નથી પરિણામે વાળ તૂટતા હોય છે, ગૂંચ થવાના ઘણા કારણો હોય છે, રોજ રાતે ખૂલ્લા વાળ કરીને સુવું, દિવસો દિવસો સુધી વાળમાં ઓઈલ ન કરવુ કે વાળને કન્ડિશનર વગર ઘોવા આ તામમ કારણો થકી વાળમાં ભારે ગૂંચ સર્જાય છે પરીણામેં ગૂંચ કાઢતા કઢતા તો હાથ દૂખી જાય છે અને સવારનો સમય વેડફાય છે, તો આજે વાત કરીશું વાળમાંથી સરળ રીતે ગૂંચ કઈ રીતે કાઢી શકાય અને વાળમાં ગૂંચ ન થાય તેના માટે શું કરવું..

વાળમાં ગૂંચ થતી હોય તો રોજ રાતે આટલું કરો

જો તમારા વાળ ભરાવદાર છે અને ખૂબ ચૂંચ થાય છે તો ઓશિકાનો ઉપયોગ કરો ત્યારે તેના ઉપરનું કવર શિલ્કનું રાખો, કોટનના કવરમાં ગૂંચ થવાની શક્યતાઓ વધુ છે.

રોજ રાતે સુતા વખતે વાળને બાંઘીને સુવાની આદત રાખો, જો વાળ ખુલ્લા રાખને સુવો છો તો વાળ એકબીજામાં ગૂંચવાય જશે પરિણામે ગૂચમાં વધારો થશે

જ્યારે પણ વાળ વોશ કરો ત્યારે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર કરવાની આદત રાખો.

વાળને વધારે પડતા ખુલ્લા લરાખવીથી પણ ગૂંચ થાય છે જેથી વાળની પોની કરીને વાળને બાંધી લેવા જોઈએ, માત્ર જરુર પડ્યે જ વાળ ખુલ્લા રાખના જોઈએ આમ કરવાથી ગૂંચ બિલકૂલ થતી નથી.પોનીમાં વાળ બંધાયેલા હોવાથી વાળ છૂટ્ટા જ રહે છે ગૂંચવાડો ખતો નથી.

રોજ રાતે તમારા વાળમાં બદામના તેલથી 10 મિનિટ માલિશ કરીને સુવો જેથી સવારે વાળ ઘોયા બાદ સરળતાથી ગૂંચ નીકળી શકે છે.

જો તમને વધુ પડતા હેર કોરા રાખવાની આદત છે તો ચેતી જજો, વાળ કોરોના રાખવાથ સફેદ જલ્દી થાય છે અને ગૂંચ વધે છે, જેથી વાળને વોશ કર્યા બાદ વાળા કોરો થાય એટલે તરત જ તેલ નાખીને વાળ બાંધી લેવા જોઈએ

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular